Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.


Sabarmati Aarti
તારીખ ૨૯ જુલાઈની વર્ષાઋતુની મોસમી સંધ્યાએ સાબરમતી સરિતાનું પૂજન થયું ત્યારે આપણે માત્ર સાબરમતી જ નહીં પરંતુ બધી નદીઓની પવિત્રતા જળવાય તે જોવાની આપણે સૌ નાગરિકોની ફરજ છે. નદીમાં દૂષિત કચરો ન નાંખીને તેને પવિત્ર બનાવવાની છે. સાબરમતીમાં નર્મદાનું પણ પાણી આવે છે ત્યારે નર્મદાને તો જોવાથી પણ પુણ્ય મળે છે, તેને કેવી રીતે દૂષિત કરી શકાય ?  મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નિયત સમય કરતાં લગભગ અડધો કલાક મોડી, સાંજે ૭.૧૫ પછી સાબરમતી નદીની આરતી અમદાવાદનાં પ્રખ્યાત જગન્નાથજી મંદિર દ્વારા જળયાત્રા દ્વાર, સોમનાથ ભુદરના આરે, જમાલપુર ખાતે કરી હતી.

આ પ્રસંગે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મેયર મીનાક્ષીબેન પટેલ સહિત રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે ૧૫૧ દીવાની મહાઆરતી થઈ હતી અને લોકોએ ‘સાભ્રમતી મૈયા કી જય’નો જયઘોષ કર્યો હતો. વરસાદમાં પણ આ ઐતિહાસિક પ્રસંગને અનેક નગરજનોએ પોતાના કેમેરા અને મોબાઇલમાં કંડારી લીધો હતો. આ પ્રસંગે સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે અત્યારે શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે ત્યારે કેટલાક લોકોએ શ્રાવણમાં મહાદેવજીને થોડું દૂધ ચઢાવીને બાકીનું કુપોષિત બાળકોને આપવાનું કાર્ય કરી રહ્યા છે, આ અનુકરણીય પ્રયાસને અભિનંદન છે. જ્યારે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે નદીની પૂજાનો ઉદ્દેશ્ય સ્વચ્છતાનો પણ છે ત્યારે અમદાવાદમાં થયેલી આ મહાઆરતીનું ભારતભરનાં શહેરમાં અનુકરણ થાય તેવી શુભકામના વ્યક્ત કરીએ છીએ.

‘મહાઆરતીના સ્થળે સ્વચ્છતા જરૂરી’
મહાઆરતીના પ્રથમ પ્રસંગે જ ધોધમાર વરસાદ પડ્યો હતો જેને કારણે પાણી ભરાયા હતા અને કીચડનો માહોલ સર્જાતાં લોકોએ કહ્યું હતું કે નદીની સ્વચ્છતા પહેલાં આ માર્ગ સ્વચ્છ રહે તેવું આયોજન થવું જોઇએ.

ગુજરાતીલેક્સિકોન દ્વારા ધર્મપ્રેમી, પર્યાવરણપ્રેમી અને કુદરતી જળસંપદાની જાળવણી રૂપે થયેલા આ પસંશનીય કાર્યને બિરદાવતાં હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

લેખ અને ઇમેજીસ માટે આભારઃ

http://navgujaratsamay.indiatimes.com/

http://static.panoramio.com/photos/large/77297214.jpg

http://www.sandesh.com/UploadImages/ahm_dist/News11_20140729203133113.jpg

No Response to “સાબરમતી સરિતા મૈયાની જય !” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment