Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

કક્કો સુવિચારનો

January 9th, 2010 by GujaratiLexicon Team | No Comments »

ક – કરણી એવી કરો જેની સુવાસ ક્ષણજીવી નહીં પણ ચિરંજીવી બની રહે ખ – ખરાબ વિચારો હજારો દુશ્મનો કરતાં પણ વધારે અહિત કરે છે ગ – ગરીબ માણસને જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવા ન દેશો પણ ગુપ્ત રાખો ઘ – ઘરને મંદિર કરતાં પણ પવિત્ર બનાવો તો ઈશ્વરનો સદાય વાસ […]

કવિતા

January 7th, 2010 by GujaratiLexicon Team | No Comments »

મળ્યા ઘાવની હું અસર સાચવું છું. હૃદયમાં બધાંની કદર સાચવું છું છલોછલ થયું છે, આ સ્વપ્નોથી ભીતર, કૈં સપનાં હવે આંખ પર સાચવું  છું. પ્રથમવાર જોયાં હતાં, જે નજરથી, હૃદયમાં, હજી એ નજર સાચવું છું. લગાતાર હું છેતરાયો વસંતે, ને તેથી, સતત પાનખર સાચવું છું. સનાતન છે આ દર્દ મારું, એ કારણ, હજી આંસુઓને ભીતર […]

ઋતુઓનો ચકડોળ ચક્કરભમ્મર ફરવા મંડાણો. નવ નવ નોરતાં, વીસ વજૈયા અને દિવાળી, આનંદનો અબીલગુલાલ ઉડાડતી આવી એવી વહી ગઈ. હુતાસણીના પરબે હમચીકૂંડું ખૂંદવા માંડ્યું. ખેતરોમાંથી કાલાં વીણાઈ ગયાં. ઘઉંનો વાઢ પડી ગયો. ઘઉંની ઝાલ્યું ભરાઈને ખળામાં આવવા માંડી. ઘઉંની સાપટ્યુંને મસળીને માઘ્યું કરાઈ. માગણોનાં ટોળાં ખળાં માગવા ધરતી પર તીડની જેમ ઊતરી આવ્યાં. ખળાં લેવાઈ […]