Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો, ગઈ કાલે તા. 21 જૂનના દિવસે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના અપૂર્વ ગૌરવ સમાન  વિશ્વ યોગ દિવસની ભવ્યતાપૂર્વક ઉજવણી થઈ. ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ધરોહર અને દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિવર્ષ 21મી જૂનને વિશ્વ યોગ દિન ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે.  જે અન્વયે દુનિયાભરમાં તથા  સમગ્ર દેશની સાથે ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓ તથા શહેરોમાં પણ […]

સ્નેહીમિત્રો, પુરુષોત્તમ માસ તા ૧૭ જૂનથી શરૂ થઈ ગયો છે અને ૧૬ જુલાઈને બુધવારના રોજ પૂર્ણ થાય છે. બુધવારથી શરૂ થયેલા અષાઢ અધિક માસનું શસ્ત્રોમાં અનેરું મહત્ત્વ માનવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં પંંચાંગના આધારે ધાર્મિક તહેવારો વ્રત, ઉપવાસ અને જપ-તપ વગેરેનો એક આધાર જાણવા મળે છે. ચંદ્ર માસ અને સૌર માસમાં દર ત્રણ વર્ષે ૨૩ થી ૨૭ દિવસના વધારાની પૂર્તિ કરવા […]

વેદો એ મનુષ્ય જીવનના ઉત્તમ માર્ગદર્શકો છે. વેદો માત્ર પૂજા કરવાને લાયક ધર્મગ્રંથો છે – એક એવો ભ્રમ લોકોમાં ભરેલો છે. ખરેખર એવું નથી. એ તો આપણા રોજબરોજના જીવનની ખૂબ પાસે છે. વેદોમાં ઉપાસનાની સાથે સાથે સમાજ વ્યવસ્થા, આરોગ્ય-ચિંતન, કુટુંબભાવ વગેરે વિષયો પર અનેક બાબતો પ્રગટ થઈ છે. અહીં ઋષિ વિનોબાજી વેદોના સારરૂપ કેટલાક મંત્રો વિશે અત્યંત સરળ ભાષામાં પોતાની વાતો […]

બાળકવિતાઓ લખાવાની શરૂઆત ૨૦૦ વર્ષ પહેલાં બ્રિટનમાં થઈ હતી અને આ જ દોરમાં અત્યાર સુધીની સૌથી લોકપ્રિય બાળકવિતા ટ્વીન્કલ ટ્વીન્કલ લિટલ સ્ટાર…નું સર્જન થયું હતું. તેમ બ્રિટિશ વિવેચક, કવિ અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપક પ્રો.જોહ્ન ડ્રયુનું કહેવું છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ દરમ્યાન પ્રો.ચં.ચી.મહેતાના શિષ્ય રહી ચૂકેલા પ્રો.ડ્રયુનો ટ્વીંકલ ટ્વીંકલ લિટલ સ્ટાર…પર વિદ્યાર્થીઓ સાથે એક વાર્તાલાપ યોજાયો […]

કમ્પ્યૂટરનો પરિવાર

June 4th, 2015 by GujaratiLexicon Team | No Comments »

મિત્રો, ચારેક દિવસો પહેલાં સાહિત્યના વાંચન દ્વારા આ એક સુંદર લેખ હાથ લાગ્યો છે. બદલાતા વિશ્વ સાથે કેટલીક વસ્તુઓનું રૂપાંતરણ થઈ રહ્યું છે તેની અહીં વાત છે. ટેક્નોલૉજીની દુનિયાની હરણફાળે પગપાળા ચાલતા માનવીને છેક ચંદ્ર સુધી પહોંચાડી દીધો એ વાત તો આપણે જાણીએ જ છીએ….તેમાંય કમ્પ્યૂટર ક્ષેત્રે જે ક્રાંતિ થઈ અને થઈ રહી છે તે નોંધપાત્ર […]

મિત્રો, બાળવાર્તાના શીર્ષક હેઠળ મળેલી આ એક વાર્તા મને ખરેખર ગમી . આ વાર્તાની રજૂઆત અને શૈલી ભલે બાળવાર્તાની લાગે. પણ મને તો આ એક સરસ સામાજિક વાર્તા લાગી. આજથી 70 – 80 વર્ષ પહેલાંનો કૌટુંબિક સમાજ, તેમાં ઘરમાં વડીલોની મર્યાદા, મોભો જળવાતો. મોટા ભાગે આ મર્યાદાઓનું, નીતિ-નિયમોનું સૌ કોઈ પાલન કરતા. આ સામાજિક સંબંધોમાં […]

લઘુકથા એ સાહિત્યનું ખૂબ જ સૌમ્ય સ્વરૂપ છે. જો કે તે પડકારરૂપ પણ છે. ધૂમકેતુ લખે છે કે, ‘કહે નહીં પણ કતલ કરી નાખે એ ટૂંકી વાર્તા…’ ટૂંકી વાર્તાના લઘુ સ્વરૂપ જેવા લાગતા લઘુકથા સાહિત્ય સ્વરૂપ વિશું શું કહી શકાય ? શ્રી મોહનલાલ પટેલ લઘુકથાના આદ્યજનક ગણાય છે. તેમનું એક પુસ્તક છે ‘લઘુકથા પરિચય ‘ […]

મિત્રો, ગઈકાલે તા. ૨૪ મે, ૨૦૧૫  રવિવારના રોજ સંદેશ, સંસ્કાર પૂર્તિની ચિંતનની કોલમ હેઠળ શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો ઉપરોક્ત શીર્ષક હેઠળ ખૂબ જ સુંદર લેખ વાંચ્યો. માણસમાં જન્મજાત રહેલી ભાગેડું વૃત્તિ અને તેની તે સ્વભાવગત ખામીને લીધે તે વારંવાર અન્યને દોષિત ઠેરવતો રહે છે, પરિણામે તે ક્યાંય આનંદમાં રહી શકતો નથી કે સુખી થઈ શકતો નથી. આ […]

અંગ્રેજી લેખક એઈલીન કૅડીના પુસ્તક ‘Opening Doors Within’ નો ગુજરાતી અનુવાદ એટલે ‘ઊઘડતાં દ્વાર અંતરનાં.’ રોજનો એક એમ ૩૬૫ દિવસના સુંદર વિચારમોતીઓનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. જીવનમાં હતાશા દૂર કરીને નવી તાજગી આપતું આ સુંદર પુસ્તક છે. તેમાંના કેટલાક વિચારો આજે આપણે માણીશું.  શા માટે તમારી આંખોને બીડેલી અને મનને બંધ રાખીને ફરો છો અને એમ […]

પ્રિય સાહિત્યપ્રેમી મિત્રો,  આજનો દિવસ ૧૮ મી મે  ગુજરાતી સાહિત્ય જગતમાં ખૂબ વિશેષ દિન છે. આજના દિવસે ગુજરાતી સાહિત્યના ચાર – ચાર સિતારાઓનો જન્મ થયો હતો અને ગુજરાતી સાહિત્ય જગતને તેમની સાહિત્યિક કૃતિઓ થકી અણમોલ ભેટ ચિરકાળ સુધી મળતી રહી. ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે.  ચાલો, તેમના  સર્જનની  સ્મૃતિ કરી ભાવાંજલિ અર્પણ કરીએ…. કહું છું ક્યાં […]