Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 25 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

જીવનમાં કંઈક કર્યું છે તેવા અહેસાસ માટે કરી જુઓ રક્તદાન

૧૪મી જૂન એટલે ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’ (વિશ્વ રક્તદાતા દિવસ). આ દિવસથી સંકલ્પ કરીએ અને રક્તની જરૃરિયાતવાળી વ્યક્તિને રક્તદાન કરી એક જિંદગી બચાવીએ, એ એક જિંદગીને કારણે અનેક જિંદગીઓ હસતી રહેશે. લોહીને જીવનનું મૂળભૂત તત્ત્વ ગણવામાં આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે અબજો ઘાયલ સૈનિકોને અન્યનું લોહી આપવાની પદ્ધતિ જીવન બચાવનાર તત્ત્વ બન્યું ત્યારથી સફળ [...]

વિશ્વ તમાકુ વિરોધી દિવસ – શું પડીકી, સિગારેટ અને તમાકુ નહીં છૂટે?

આખી દુનિયામાં ફક્ત તમાકુની બનાવટોની ચીજવસ્તુઓ જ એવી છે કે જેને એડવર્ટાઈઝમેન્ટની જરૂર નથી પડતી. ક્યારેય બીડી-સિગારેટ કે તમાકુવાળાને જાહેરખબર આપવાની તાતી જરૂર રહેતી નથી. જાહેરાત ન આપો તો પણ ચાલે અને આપો તો વધારે ચાલે. કારણ? માત્ર ને માત્ર વ્યસન ધરાવતા લોકોની માનસિકતા. હા, માનસિકતા એટલા માટે કારણકે માનસિક રીતે વ્યસની લોકો તમાકુ, પાન, [...]

આવા છે ગુજરાતી, હોં ભઈ!

વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ [...]

ગુજરાતીલેક્સિકોન.કોમ નવા ફીચર્સ સાથે નવા અવતારમાં

ગુજરાતી ભાષાના ઈ-ખજાના તરીકે ઓળખાતી વેબસાઇટ ગુજરાતીલેક્સિકોનને નવા કલેવર અને નવા ફીચર્સ સાથે 1લી મે, 2011 – ગુજરાત સ્થાપના દિવસે જ રિ-લોન્ચ કરવામાં આવી હોવાથી આપણા માટે ખુશીની લાગણી બેવડાઈ છે. નવી વેબસાઇટને વધુ સારી રીતે ગુજરાતી સંસ્કૃતિના રંગમાં ઢાળવાનો બનતો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને હવે ગુજરાતી પ્રજાને અંગ્રેજી ઉપરાંત હિન્દી શબ્દોનો [...]

આવો ORAL HISTORY ને સફળ બનાવી દેશ પ્રતિ એક ફરજ અદા કરીએ… !!!

ભારતની આઝાદી માટે ઝઝૂમેલા લડવૈયાઓના પરિશ્રમ અને અથાગ લડતને ‘ORAL HISTORY’ ના પ્રોજેક્ટ દ્વારા ભારતના એ અમૂલ્ય ઈતિહાસને મૌખિક રીતે સાચવી રાખવા માટે Arise Free India નામની સંસ્થાએ બીડું ઝડપ્યું છે. ‘ORAL HISTORY’ હેઠળ સ્વતંત્ર સૈનિકોનો ચળવળ દરમ્યાનનો અમૂલ્ય ફાળો ભૂલાય ન જાય તેથી ઈન્ટરવ્યૂના માધ્યમ દ્વારા સાચવી રાખવાની એક ઝૂંબેશ ઉપાડવામાં આવી છે. ORAL [...]

માણસાઈ હજુ મરી નથી પરવારી! આ રહી સાબિતી

ઇન્ટરનેટ પર ફેસબુક અને ઈમેલ ચેક કરવા સિવાય આજના ઈન્ટરનેટ યુઝરને કાંઈ ઝાઝુ કામ હોતું નથી. જો કે આમાં તમે ને અમે બધાંયનો સમાવેશ થઈ ગયો, પરંતુ ઇન્ટરનેટ પર ખોખાંખોળા કરતી વખતે બે વેબસાઈટ્સથી ભારતીય અને ગુજરાતી એમ બંને રીતે મારી છાતી ગર્વથી ફુલાઈ ગઈ તેમ જ શરીરમાં જોશ ભરાઈ ગયો. વળી, એ ખ્યાલ પણ [...]

6ઠ્ઠી એપ્રિલ, દાંડીકૂચ – મીઠાના કાયદાનો અને બ્રિટિશરોની આબરૂનો થયો ભંગ

12મી માર્ચ, 1930ના રોજ ‘બાપુ’એ કૂચ ઉપાડી મીઠા પર લાદેલા કરના કાયદાને ભંગ કરવા દાંડી તરફ. બાપુની ઉંમર 61 વર્ષની અને તેમાંય નવસારી નજીક આવેલું દાંડી ગામ 385 કિ.મી દૂર. તેમ છતાં ગરીબો પર આવી પડેલી આ આફતને ગમે તે ભોગે દૂર કરવા તેઓ મક્કમ બન્યાં હતાં. તેમણે આ ’દાંડીકૂચ’ 25 દિવસમાં પૂરી કરીને 6ઠ્ઠી [...]

ટીમ ઇન્ડિયાની જીત: ભારતીય પ્રજાનો આવો જ જુસ્સો દરેક બાબતે જોવા મળે તો…

ગઈ કાલે વણનોતરી દિવાળી આવી પહોંચી હતી ભારતમાં. રસ્તા ઊભરાઈ આવ્યાં હતાં, ચીચીયારીઓ પડવા લાગી હતી, ઓળખતાં ન ઓળખતાં સૌ કોઈને અભિનંદન આપી રહ્યાં હતાં, તિરંગા સાથે બાઈક્સ અને કારનો કાફલો નીકળી પડ્યો હતો. માહોલ હતો જશ્નનો ,દૃશ્ય હતું ઉજવણીનું અને આનંદ હતો ભારતની જીતનો. ભારત-પાકિસ્તાનની સેમી ફાઇનલ મેચ કદાચ વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચ [...]

27 માર્ચ – વિશ્વ રંગભૂમિ દિન, ગુજરાતી રંગમંચને સમર્પિત કરીએ એક દિવસ

“ભલે લાગતો ભોળો પણ છેલ છબીલો ગુજરાતી, હા ભાઈ છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી, તા થૈયા થૈયા તા થઈ…. તા..તા..થૈયા… થૈયા…તા…થઈ……….!!” ઉપરોક્ત પંક્તિ વાંચતા જ રંગલો અને રંગલીનું પાત્ર આંખો સામે તાદૃશ્ય થઈ જતું હોય છે. (જેણે નાટકનો લહાવો લીધો હોય એમની આંખોમાં જ) બાકી આજની પેઢી માટે ‘ઓહ, પેલું ગુજજુ નાટક’ એમ [...]

ગુજરાતીલેક્સિકોન ઉપર વિવિધ રમતોનો રસથાળ

ઇન્ટરનેટની દુનિયામાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશ જેવા ભગીરથ અને જટિલ કાર્યને પૂરું પાડીને સતત 5 વર્ષથી ગુજરાતી ભાષાનો રસથાળ પીરસતી એકમાત્ર વેબસાઇટ www.Gujaratilexicon.com તેના વાચકોને વધુને વધુ ભાષાજ્ઞાન પ્રદાન કરવાનો પ્રયત્ન કરતી રહી છે. શબ્દકોશ ઉપરાંત ગુજરાતીલેક્સિકોન તેના વપરાશકર્તા મિત્રોને શબ્દ રમત રમવાનો આહ્લાદક લહાવો આપીને, શબ્દ–સમૃદ્ધિ સાથે સાથે હળવું મનોરંજન પણ પૂરું પાડે છે. ક્રોસવર્ડ [...]

« Previous Entries Next Entries »