Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

આજે ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલિકા, નિબંધ, નવલકથા વગેરે બધાય પ્રકારોમાં સારું એવું સાહિત્ય સર્જાય છે, પરંતુ તેની સરખામણીએ તેટલું બાળસાહિત્ય લખાતું નથી. કારણો અનેક હોઈ શકે. આવા સંજોગોમાં આપણા જાણીતા બાળસાહિત્યકાર શ્રી ગિજુભાઈ બધેકાની જરૂર યાદ આવી જાય. તેમણે વિપુલ પ્રમાણમાં બાળસાહિત્ય સર્જ્યું છે. ચાલો, તેમની બે સુંદર બાળવાર્તાઓને માણીએ.   કાબર અને કાગડો એક […]

આજ રોજ તા. ૧૯ ડિસેમ્બર, અમદાવાદ શહેરમાં થઈ ગયેલા નામાંકિત ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનો જન્મદિન. ગરવી ગુજરાત ભૂમિના એ નરરત્ન હતા. તેમના આદર્શો અને કાર્યો કદી વિસરી શકાય તેમ નથી. તેમની જન્મજયંતી નિમિત્તે ચાલો તેમની સ્મૃતિ કરીએ. જન્મઃ ડિસેમ્બર ૧૯, ૧૮૯૪ , અમદાવાદ ;   અવસાનઃ જાન્યુઆરી ૨૦, ૧૯૮૦ અમદાવાદ પરિવારઃ માતા – મોહિનાબા, પિતા – લાલભાઈ, પત્ની – શારદાબહેન, સંતાનો – […]

સફળતાની ચાવી

December 16th, 2014 by GujaratiLexicon Team | No Comments »

દુનિયાની દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા ઇચ્છે છે, પણ તેમાંથી કેટલા ટકા લોકો તે સફળતા માટેની કિંમત ચૂકવવા ઇચ્છે છે ? સાચો જવાબ આપીએ તો ખરેખર મોટાભાગનાની તૈયારી હોતી નથી. પોતાની જાત સાથે પ્રતિબદ્ધ થઈએ – સફળ થવા માટે આ બાબત ખૂબ અગત્યની છે. અન્ય કોઈને ભલે તમે વચન આપી ચૂક્યા હોઈએ પરંતુ જાતને કમીટમેન્ટ […]

મુશ્કિલો મેં ભી હસના હમે આતા હે, દરિયા ગહરા હુવા તો ક્યા હુવા, તૈરના હમે આતા હે; અબ કિસે પરવાહ હૈ હાર યા જીત કી, હર લડાઈ કો હિંમત સે લડના હમે આતા હૈ. આ શબ્દો કોઈ જાણતા લેખક, કવિ કે કોઈ મહાન વિજ્ઞાનિકતા નથી. પણ આ શબ્દો સંધિવાને કારણે શરીરનું હલન ચલન નહીં કરી […]

પોતે ગંભીર ચહેરો રાખી અન્યને હસાવીને લોથપોથ કરી દેનાર, ‘રમૂજના રાજા’ તરીકે ઓળખાતા શાહબુદ્દીન રાઠોડનો આજે ૯ ડિસેમ્બરના રોજ જન્મદિન છે. તેમના જીવન ઝરમર વિશે ટૂંકમા જાણીએ તો –  અનેક વાર વિદેશ પ્રવાસ – ૨૨ દેશોની મુલાકાત લીધી છે. થીયેટર, આકાશવાણી અને દૂરદર્શન પર અનેક હાસ્ય કાર્યકમો આપેલ છે.તેમના પ્રેરણામૂર્તિ – ચાર્લી ચેપ્લિન, માર્ક ટ્વેઇન, સૌથી […]

  શૂન્યમાંથી સર્જન કરી સમાજને સમર્પિત થાય તેવા નેતા શાશ્ચત બને છે. પોતે કાંઈ જ ન હોય અને પોતાની પાસે કાંઈ જ ન હોય છતાં સર્વસ્વ અર્પણ કરે તેવા નેતા જુદા ! Even if you have nothing, if you are useful, you are resourceful! તમારી પાસે કશું જ નથી છતાં તમે મદદરૂપ થાય તો તમારી […]

ગુલાબના છોડમાં કાંટા  હોય છે, તેનો કકળાટ ન કરો; કાંટાના છોડમાં ગુલાબ ઊગ્યું છે, તેનો ઉત્સવ કરો. – અરબી કહેવત આપણી પાસે જે નથી તેના માટે આપણે હંમેશાં ફાંફાં માર્યા કરીએ છીએ અને જે છે તેનું મહત્ત્વ કરવાનું ચૂકી જઈએ છીએ. જે નથી તેની લાયમાં ને લાયમાં જે છે તેનું પણ મહત્ત્વ ગુમાવી બેસીએ છીએ. […]

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાધના સાપ્તાહિકમાં ગત ૧૫ નવેમ્બરના અંકમાં ગુજરાતીલેક્સિકોનની ખૂબ સુંદર કવર-સ્ટોરી છપાઈ. પોતાના વિવિધ શબ્દકોષ, ગુજરાતી સાહિત્ય તથા અન્ય ગુજરાતી પ્રકલ્પો દ્વારા ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા બજાવનાર ગુજરાતીલેક્સિકોન વેબસાઈટની મુક્ત કલમે પ્રસંશા થઈ છે. સાધન સાપ્તાહિકના મદદનીશ એડિટર તથા લેખક – પત્રકાર શ્રી રાજ ભાસ્કરની કલમે કોતરાયેલ ગુજરાતીલેક્સિકોનની શબ્દરૂપ પ્રતિમા અત્રે પ્રસ્તુત કરું […]

એક હતું સરોવર; મોટા દરિયા જેવડું, એને કાંઠે એક મોટો વડ હતો. એની ઉપર એક કાગડો રહે. કાગડો તો કાળો મેશ; એક આંખે કાણો ને એક પગે ખાંગો, કાગડો બોલે : “કો-કો.” કાગડો ઊડે તો જાણે પડ્યો કે પડશે. તોય કાગડાનો ગો માય નહિ. મનમાં તો એમ કે, મારા જેવું કોઈ ના ઊડે, મારા જેવું કોઈ ના […]

૪૦ વર્ષ પહેલાં ‘‘સરિતા’’ નામ પાડવા બદલ એને મા પર ગુસ્સો આવતો. ખાબોચિયા જેવું પોતાનું જીવન અને નામ સરિતા! એને પોતાના લટકતા હાથ અને લંગડાતા પગની ચીડ ચડતી. પહેલાં ક્યારેક થતું કે કશો ચમત્કાર થશે અને પોતાના હાથ-પગ સાજા-સમા થઈ જશે. કલ્પ્નાનું મોરપીંછ એના અંગેઅંગ ફરી વળતું અને અનેરા ઉત્સાહથી એને રોમાંચિત કરી દેતું, પરંતુ […]