લરશો તક વેઠો કરી, ગયો બાપને ગામ, લોભે ઘસડાઈ માતડી, કિધું કામ હરામ. દ્રવ્ય દેખી પ્રપંચ રચ્યું, ઘડ્યો પુરો ઘાટ, પિછાન્યો પુતને નહિ, ખુન કિધું મધરાત. અસુંદરા નામે એક ગામમાં દેવશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે આસપાસના ગામમાંથી ભીખ માગી લાવી પોતાના કુટુંબનું ગુજરાન કરતો. દેવશંકરને ચંપાવલી નામે દીકરી અને ગુલાબશંકર નામે એક દીકરો [...]
-
December 11th, 2010 by GujaratiLexicon Team
‘જવાનીનું મોતી શોધી રહી છું.’ એક વૃદ્ધ ડોસીમા કે જેમની કેડ વળી ગઈ હતી તેઓ નીચી ડોકી કરી લાકડીને ટેકે ટેકે ધીરે ધીરે ચાલી રહ્યાં હતાં. સામેથી એક જુવાન આવતો દેખાયો. તેણે મશ્કરીમાં જ ડોસીમાને પૂછ્યું : ‘માજી ! શું શોધી રહ્યાં છો?’ ડોસીએ કહ્યું : ‘દીકરા ! હું જવાનીનું મોતી શોધી રહી છું. તેં [...]
-
December 8th, 2010 by GujaratiLexicon Team
માતર નામે પરગણાંના મહુવા નામે ગામમાં શેરખાં નામે એક પઠાણ રહેતો હતો. પઠાણ બાપીકી દોલત બહુ ધરાવવાથી હંમેશાં મગરૂર રહેતો. એજ ગામમાં સોભાગચંદ નામનો વાણીયો રહેતો હતો. સોભાગચંદ ડાહ્યો, ધીરજવાન, અક્કલમંદ, અને મીલનસાર હતો, ત્યારે શેરખાં ઉછાછળો, તુંડ મીજાજનો અને અભિમાની હતો. જો કોઈની સાથે જરા પણ અણબનાવ થાય તો સેરખાં તેને પૈસાના બળથી હેરાન [...]
-
December 1st, 2010 by GujaratiLexicon Team
આપણા કહેવત સાહિત્યમાં કેટલી કહેવતો એવી જણાઈ છે કે જે પરદેશી છે તો પણ તે આપણા સમાજમાં, વ્યવહારમાં સારી રીતે પ્રચલિત છે. એમાંની કેટલીક કહેવતો તો ખાસ તરૂણયુવાન સમુદાયે અપનાવેલી છે અને તેને કોઈ જાતિસમાજ કે વાડો પણ સ્પર્શી શક્યો નથી. આવી કહેવતોમાં એક કહેવત મુખ્ય છે અને તે છે Forget-me-not ફરગેટ-મી-નોટ-મને ભૂલી ન જશો. [...]
-
November 24th, 2010 by GujaratiLexicon Team
કર્મ હસાવે, કર્મ રડાવે, કર્મ હોય તો રાજ કરે, લખ્યા લેખ ના ટળે કર્મના, ફકીરને સરતાજ કરે. મીરજાપુરમાં બે ભાઈઓ રહેતા હતા. તેઓ એક બીજાને ઘણા જ હેતથી ચાહતા. એક દિવસ તે બંનેને એક બાબતમાં મત ભેદ પડ્યો, મોટાભાઈએ કહ્યું, કે “પ્રારબ્ધ-નશીબ હંમેશાં બળવાન છે અને તેના આગળ માણસનો બધો પ્રયત્ન વ્યર્થ જાય છે“. ત્યારે [...]
-
November 19th, 2010 by GujaratiLexicon Team
આકરુ ગામના ઊભા મારગે જતા ભલગામડા નામનું ડુંગળીના દડા જેવું ગામડું ગામ. ઈ ગામની માલીપા ઉગરચંદ નામનો વહેવારિયો વાણિયો રિયે. ઉગરચંદને પરણાવ્યા પછી એના બાપ વનેચંદ સ્વર્ગે સિધાવ્યા. આ વાતને પાંચ સાત વરસનાં વહાણાં વાયાં. ઘરમાં હુતોહુતી બે માણસ. શેઠ વેપારધંધે દેશદેશાવર ખેડે. વાણિયણ ઘરમાં એકલી અટૂલી. પેટ સંતાન ન મળે. ઈ તો બાપડી બાળક [...]
-
November 16th, 2010 by GujaratiLexicon Team
મુંઝવણમાં માર્ગદર્શન કરાવતી કહેવતો આપણી કેટલીક કહેવતોમાં બોધ છે. નક્કર હકીકત અને માર્ગદર્શન છે. અનુભવનો નીચોડ છે. ઘણી વાત એવી હોય છે કે જે આપણે જાણીએ છીએ. સમજીએ છીએ પણ તે આપણા ધ્યાનમાં ઝટ આવી જતી નથી. આવી વાતોને કહેવત સ્પષ્ટ રીતે આપણી સમક્ષ તેને રજુ કરી દે છે. કહેવતોમાં પ્રશ્નને ઉકેલવાનો મુંઝવણોમાં માર્ગદર્શન મેળવવાનો [...]
-
November 11th, 2010 by GujaratiLexicon Team
બુંદેલખંડી ભાષામાં એક કહેવત છે : ‘ઉકતાયે કામ નસાયે ધીરજ કામ બનાયે.’ ઉતાવળથી કોઈ કામ થતું નથી. ધીરજથી કામ લો. આને મળતી કહેવતો ગુજરાતી ભાષામાં પણ મળે છે : ‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.’ ‘ઉતાવળે આંબા ન પાકે.’ આ કહેવતની પાછળ એક રસપ્રદ કથા પડેલી મળી આવે છે. જૂના જમાનાની વાત છે. શ્રાવસ્તીનગરમાં એક [...]
-
November 9th, 2010 by GujaratiLexicon Team
પોતાના વતનમાં માણસ પંકાતો નથી. તેની ગણના થતી જ નથી. પછી ભલેને એ કોઈ મોટો ભણેલો ગણેલો પંડિત કેમ ન હોય ! વિદ્વતા દેશમાં અંકાતી નથી. પરદેશમાં જ તેની કદર થાય છે. દેશના અનેક શિક્ષિત યુવાનો આજે પરદેશમાં સારું ધન કમાઈ રહ્યા છે કારણ તેમની વિદ્વતાની ત્યાં કદર થાય છે છતાં કહેવું પડશે દેશ એ [...]
-
November 3rd, 2010 by GujaratiLexicon Team
‘કેમ’લ્યા ! ઊંઘ નથી આવતી ?’ નાથાકાકાએ બાજુની ખાટલીમાં થતી સળવળ જોઈને પૂછ્યું. હમણાંના એ જરા નરમ અવાજે બોલતા હતા. હમણાંની કેટલીયે વાતોની જેમ એ નરમાશ હીરિયાથી જીરવાતી નહોતી. નાથાકાકા પહેલાંની જેમ એને વાતે વાતે ઘરચિયું ઘાલીને ઢીબી નાખતા હોય તો બહુ સારું લાગે, પણ એ એવું કરતા નહોતા. કોઈ એવું કરતું નહોતું. નિશાળે જવાની [...]
-
November 2nd, 2010 by GujaratiLexicon Team