કહેવત કથા – કોથળામાંથી બિલાડું નીકળ્યું
ઋતુઓનો ચકડોળ ચક્કરભમ્મર ફરવા મંડાણો. નવ નવ નોરતાં, વીસ વજૈયા અને દિવાળી, આનંદનો અબીલગુલાલ ઉડાડતી આવી એવી વહી ગઈ. હુતાસણીના પરબે હમચીકૂંડું ખૂંદવા માંડ્યું. ખેતરોમાંથી કાલાં વીણાઈ ગયાં. ઘઉંનો વાઢ પડી ગયો. ઘઉંની ઝાલ્યું ભરાઈને ખળામાં આવવા માંડી. ઘઉંની સાપટ્યુંને મસળીને માઘ્યું કરાઈ. માગણોનાં ટોળાં ખળાં માગવા ધરતી પર તીડની જેમ ઊતરી આવ્યાં. [...]
- No Comments »
- January 4th, 2010 by GujaratiLexicon Team