Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

રઘુ CNG : ફિલ્મ રિવ્યુ

October 19th, 2019 by GujaratiLexicon Team | No Comments »

તમે ક્યારેય કોઈ માણસને અકાળે કોઈને પરેશાન કરતાં જોયો હશે ને? આપણે તેવા લોકો માટે ‘સાયકો’ શબ્દ વાપરીએ છીએ. પણ ક્યારેય એ માણસ તેવું શા માટે કરે છે એ ક્યારેય વિચાર્યું છે? કહેવાય છે કે ‘કારણ વગર દુનિયામાં કશુંજ નથી થતું.’ હા, માણસ કારણ વગર જ ત્રાસ ન આપી શકે કોઈને! આ વિકૃતિ દૃશાવતી હોલીવુડ અને બોલીવુડમાં બહુ ફિલ્મ બની ચૂકી છે.

બૉલીવુડમાં ‘ડર’, ‘સંઘર્ષ’, ‘અભય’ થી માંડીને ‘નો સ્મોકિંગ’, ‘404’ અને ‘રમન રાઘવ 2.0’ આવી. તેમાંથી કેટલીક તો દર્શકોને પલ્લે જ ના પડી!
પણ, વાત જયારે ગુજરાતી ફિલ્મની થતી હો,  લોકોનાં મનમાં ‘ગામ, ગરબો અને ગોકીરો’ થી ઉપર અબર્ન દર્શકોને ધ્યાનમાં લઈને બની રહેલી ફિલ્મનાં વિષયની આવે ત્યારે છાતી ફુલાવીને કહેવાનું મન થાય કે અત્યારે ગુજરાતી ફિલ્મમાં દ્વિઅર્થી-કોમેડી નહીં પણ અવનવી વિષયવસ્તુ સાથે ફિલ્મ બનાવવાનાં પ્રયોગો થી રહ્યાં છે! છેલ્લા 7-8 વર્ષોમાં જે વૈવિધ્યતા જોવા મળી છે એ પહેલાં ક્યારેય મળી નહોતી!


ટ્રેલર જોયા બાદ ‘રમન રાઘવ 2.0’ની છાંટ વર્તાતી હોય એવું લાગેલું પણ જયારે ‘રઘુ CNG’ જોઈ ત્યારે રીક્ષાવાળાથી પણ ડર લાગવા લાગ્યો! ‘જોકર’ જેમજ રઘુને સાયકો કહેવો કે નહિ એ પ્રશ્ન પણ દર્શકોને મૂંઝવશે. વાર્તા શરૂ થાય છે એક મર્ડરથી અને પછી બે અપહરણ. પણ શા માટે એક રીક્ષાવાળાને ધવલ અને ભૂમિનું અપહરણ કરીને ત્રાસ આપે છે એ આખી વાત ફિલ્મનો હાર્દ છે. શહેરનાં પોલીસ કમિશનર પણ આ બધાનો તાગ મેળવવા સઘન તપાસ કરે છે. 


બીજાનું ખરાબ કરીને ક્યારેક પોતાનાં સાથે જ માણસ અન્યાય કરી બેસતો હોય છે બસ આજ વાત ધ્યાનમાં રાખીને આખી ફિલ્મ રઘુની આસપાસ ગૂંથાયેલી છે. રઘુની માનસિક સ્થિતિ અને મનોવ્યથા દર્શકોને જકડી રાખે છે. 


રઘુ બનતાં ઇથનનો અભિનય બહુજ સાહજીક અને ચોટદાર છે! રિક્ષાવાળો જ્યારે જ્યારે કોઈ સવાલ પૂછે પેસેન્જરને ત્યારે ત્યારે દર્શકો વાર્તાનાં નવા વળાંકની મજા માણે છે. જગજીતસિંધ વાઢેર (ધવલ)ની આ પહેલી ફિલ્મ હોવા છતાંય તેનાં અભિનયની પરિપક્વતા દેખાઈ આવે છે. શર્વરી જોશી (ભૂમિ)નાં પાત્રમાં હજુ ઊંડાણ હોત તો પાત્ર વધુ વાસ્તવિક લાગત. ચેતન દૈયા (અશોક દવે) પોલીસ ઓફિસર તરીકે પોતાનો રોફ જમાવવામાં કબીયાબ થયા છે.


ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર ગજબ છે જે દરેક વખતે પ્રેક્ષકોને જકડી રાખે છે. માત્ર 21 વર્ષનાં યુવાન અથર્વ જોશીનું મ્યુઝીક અદ્ભૂત છે.


હા, ફિલ્મમાં આવતું રોમેન્ટિક સોન્ગ ફિલ્મની પકડ ઢીલી પાડે છે. ‘ઢળતી સાંજે, ફળીયા વચાળે’ ગીત બહુજ સરસ ફિલ્મવાયું છે.


ફિલ્મમાં રાજકોટનાં એરિયલ શૉટ્સ પ્રેક્ષકોને જરૂર ગમશે. ફિલ્મનો કાઠિયાવાડી ટચ સૌરાષ્ટ્રમાં ગુજરાતી ફિલ્મનાં નવાં દર્શકો ઊભાં કરવામાં યોગદાન આપશે.


પોતાનું સંતાન ખોવાયું કે કિડનેપ થયું હોય તો મા-બાપ સ્થિતપ્રજ્ઞ કેમ રહી શકે એ સમજાયું નહીં! પણ, પડોશમાં રહેતા માસી ખરેખર ‘મા’ જેવી કાળજી રાખે છે એ ગમે છે! માવા ઘસવાનાં સીનમાં માવાસેવીઓને ટેસડો પડી જશે! (માવાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે)


પ્રેમ,દોસ્તી, તિરસ્કાર અને પશ્ચાતાપનાં ત્રાજવે તોલાતો રઘુ પ્રેક્ષકોનાં મન પર ઘેરી અસર જન્માવે છે.  એવૉર્ડ તો પાક્કો! દિગ્દર્શક વિશાલ વડાવાળાને રઘુ CNG બનાવવા બદલ ધન્યવાદ ઘટે!


ફિલ્મ કેમ જોવી?કઈંક નવું જોનારા કે ક્રાઈમ અને સાયકો થ્રિલર ફિલ્મનાં દર્શકોને ગમશે.


ફિલ્મ કેમ ન જોવી?કોમેડી ફિલ્મનાં ચાહકો નિરાશ થશે.


રેટિંગ: ★★★-હાર્દિક સોલંકી

No Response to “રઘુ CNG : ફિલ્મ રિવ્યુ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment