Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

Memories of 10 years

January 13th, 2016 by GujaratiLexicon Team | No Comments »

મિત્રો,

એક મિનિટનો સમય કાઢો અને માણો ગુજરાતીલેક્સિકનની 10 વર્ષની સફરની કેટલીક તવારીખ :

દશકો એટલે દાયકો એટલે દસ વર્ષનો સમયગાળો. ગુજરાતીલેક્સિકન 13 જાન્યુઆરી 2016ના દિવસે તેની યાત્રાના 10 વર્ષ પૂર્ણ કરી 11માં વર્ષમાં પ્રવેશ કરે છે. આ દસ વર્ષની સફરમાં ભાષા પ્રેમીઓનોજે સાથ સહકાર અને પ્રેમ અમને મળ્યો તે બદલ ગુજરાતીલેક્સિકન પરિવાર આપ સૌનો હૃદયથી આભાર માને છે.

આજના અવસરે ચાલો થોડાંક જૂના સંસ્મરણોની તવારીખ મમળાવીએ અને દસ વર્ષના સફરની ઉજવણી સ્વરૂપ રજૂ થતી મોબાઇલ ઍપ્લિકેશનની માહિતી મેળવીએ.

જૂના કેટલાંક યાદગાર સંસ્મરણોની તવારીખ :

  • 2006 – 13 જાન્યુઆરી 2006ના રોજ પ્રસિદ્ધ લેખિકા શ્રી ધીરુબહેન પટેલના હસ્તે લોકાર્પણ
  • 2006 – 2009 : ગુજરાતી કહેવતો, રૂઢિપ્રયોગ, વિરુદ્ધાર્થી કોશનો સમાવેશ
  • 2008 – સાર્થ જોડણીકોશ ડિજિટાઇઝેશન
  • 2009 – ભગવદ્ગોમંડલના ડિજિટલ અવતારની રજૂઆત, લોકકોશની રજૂઆત
  • 2010 – ગુજરાતીલેક્સિકનના નવા કલેવરની રજૂઆત, વિવિધ શાળા – કોલેજમાં નિદર્શનની શરૂઆત
  • 2011 – હિન્દી – ગુજરાતી શબ્દકોશની રજૂઆત
  • 2012 – ઉખાણા, જનરલ નોલેજ ક્વિઝ, હેન્ગ મંકી, ગુગલ ક્રોમ એક્સટેન્શનની રજૂઆત
  • 2013 – રતિકાકાની ચિરવિદાય, સ્વાહિલીલેક્સિકનની રજૂઆત, મરાઠી ગુજરાતી શબ્દકોશનો ઉમેરો
  • 2014 – ગુજરાતીલેક્સિકન ઉપર વિવિધ ઈબુક / ઈપબની રજૂઆત
  • 2015 – લેટ્સ લર્ન ગુજરાતી વેબસાઇટ અને મોબાઇલ, જીએલ કમ્યુનિટી, ટાઇપિંગ માસ્ટર, જીકે, ગોષ્ઠિ, જૈન ડિક્શનરી, ગુજરાતી ફોન્ટ રીડર, વર્ડ મેચ, ભગવદ્ગોમંડલ વગેરેની મોબાઇલ ઍપ્લિકેશનની રજૂઆત
  • 2016 – વર્ષના પ્રારંભે રજૂ થવા જઈ રહી છે ગુજરાતીલેક્સિકનની વિવિધ IOS ઍપ્લિકેશન

IOS : https://itunes.apple.com/in/developer/arnion-technologies-private/id660611788

Android : https://play.google.com/store/search?q=arnion%20technologies&c=apps

GL_Jan_2016_Newsletter

No Response to “Memories of 10 years” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment