Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

Yogalogo380_Twitter@MEAIndi

મિત્રો, ગઈ કાલે તા. 21 જૂનના દિવસે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના અપૂર્વ ગૌરવ સમાન  વિશ્વ યોગ દિવસની ભવ્યતાપૂર્વક ઉજવણી થઈ.

ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ધરોહર અને દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિવર્ષ 21મી જૂનને વિશ્વ યોગ દિન ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે.  જે અન્વયે દુનિયાભરમાં તથા  સમગ્ર દેશની સાથે ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓ તથા શહેરોમાં પણ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

ahm-c1664226-large

દેશની રાજધાની દિલ્હીના રાજપથ પર વડાપ્રધાન  શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં યોગ દિવસની ભવ્ય ઉજવણીની જેમ ગુજરાતના દરેક શહેર અને ગામોમાં પણ યોગ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસને લઈને શહેર તથા જિલ્લાની જુદી જુદી શાળાઓ, કૉલેજો, સ્વૈચ્છિક સંસ્થાનાં કાર્યાલયો, ગુરુકુલો તથા સરકારી કેમ્પસોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં બાળકોથી માંડીને વડીલો સુધીનાં નાગરીકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજે વહેલી સવારે મુખ્ય પ્રધાન સહિતના મહાનુભાવોની હાજરીમાં 75 હજાર જેટલા અમદાવાદીઓએ યોગ કરી વિશ્વ યોગ દિવસને ઉજવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગપંથે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવા અંગે યુએનની જાહેરાત સંદર્ભે સમસ્થ દેશમાં ઠેર-ઠેર લોકોએ યોગ કરી આ દિવસને ઉજવ્યો છે. ગુજરાત ભરમાં અંદાજીત 1.25 કરોડ લોકોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.

yoga-gmdg-2

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર આજે રવિવારે વહેલી સવારે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અને રાજ્યપાલ ઓ.પી. કોહલીની હાજરીમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી 75 હજાર જેટલા લોકોએ અહીં હાજરી આપી હતી. ઉપરાંત શહેરના 212 સ્થળો, બાગ-બગીચાઓ, શાળાઓ વગેરે જેવા સ્થળોએ પણ વિશ્વ યોગ દિવસને ઉજવાયો હતો. ગુજરાત રાજ્યમાં અંદાજીત 1.25 કરોડ લોકોએ વિશ્વ યોગ દિવસે યોગ કરી દિવસની ઉજવણી કરી હતી.

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઑડિયો – વિઝ્યુઅલ પ્રોગ્રામથી લોકોને યોગ વિશે જાણકારી આપવામાં આવી હતી. 19 પ્રકારનાં યોગાસન જેવાંકે, પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, તાડાસન, વૃક્ષાસન, પાદ-હસ્તાસન, અર્ધ ચક્રાસન, ત્રિકોણાસન, ભદ્રાસન, શશાંકાસન, અર્ધ ઉષ્ટ્રાસન, વક્રાસન, ભુજંગાસન, સલભાસન, મકરાસન, સેતુબંધ સર્વાંગાસન, શવાસન, પવન મુક્તાસન, ધ્યાન અને કપાલભાતી. આ તામામ આસનો દ્વારા શારીરિક અને માનસિક શક્તિઓ પ્રાપ્ત થાય છે.

anandiben-poatel

ભારતીય સંસ્કૃતિમાં યોગનું ઘણુ્ં આગવું મહત્ત્વ રહેલું છે. યોગ એટલે કે મિલન, શરીર અને આત્મા વચ્ચેના મિલનને યોગ તરીકે ઓળખાવી શકાય. આ આસનો દ્વારા શરીર અને આત્મા વચ્ચેનો યોગ શક્ય બને છે. યુએનમાં વડાપ્રધાનની પહેલને પગલે વિશ્વ યોગ દિવસની ઉજવણી 21મી જૂને શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સમગ્ર દેશમાં ઠેર-ઠેર યોગના કાર્યક્રમો યોજાયા છે. અમદાવાદ પણ તેની સાથે સાથે રંગાઈને યોગમય બની ગયું છે. અલગ-અલગ જાતી-જ્ઞાતિ અને ધર્મના લોકોએ યોગ કરી આ દિવસે સાંપ્રદાયિક એકતાને પણ ઉજાગર કરી હતી.

વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે નવી દિલ્હી ખાતે રાજપથ પર ભવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં 35000થી વધુ લોકોએ ભાગ લીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકો સાથે યોગ કર્યો હતો અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. વડાપ્રધાન મોદીનો યોગ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. તેમના પ્રયત્નોથી જ સયુંક્ત રાષ્ટ્રોએ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. મોદીને યોગ કરતા જોવા એ અદભુત લ્હાવો છે.

modi3

વિશ્વ યોગ દિવસે ભારતની યોગ પરંપરા વિશ્વકલ્યાર્ણે ભારતની સરહદો વટાવીને વિશ્વવ્યાપી બની છે. ત્યારે ગુજરાતભરમાં થયેલી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં વહેલી સવારથી અાબાલવૃદ્વ સૌ કોઈ યોગમાં જોડાઈને વિશ્વ યોગ દિવસની પહેલને સમર્થન આપ્યું હતું.

ગુજરાતી ભાષાના દુનિયાના સૌથી મોટા ડિજિટલ શબ્દસ્રોત તરીકે પ્રચિલત થયેલ ગુજરાતીલેક્સિકન તરફથી વિશ્વના તમામ નાગરિકોને વિશ્વ યોગ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે કે યોગ થકી સૌનું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સદાકાળ સંપૂર્ણ સ્વસ્થ રહે અને તેઓ પોતાના સ્વવિકાસની સાથે સાથે દેશ અને વિશ્વના વિકાસમાં પોતાનું યોગદાન આપી અેક સ્વસ્થ અને ચિરંજીવ સમાજનું નિર્માણ કરી શકે.

(માહિતીસ્રોત – સાભાર : http://www.khabarchhe.com/http://www.sandesh.com/http://www.divyabhaskar.co.in/)

No Response to “વિશ્વ યોગ દિવસ (21 જૂન) – ભારતીય સંસ્કૃતિનું અપૂર્વ ગૌરવ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment