Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

પ્રિય સાહિત્યપ્રેમી મિત્રો, 

આજનો દિવસ ૧૮ મી મે  ગુજરાતી સાહિત્ય જગતમાં ખૂબ વિશેષ દિન છે. આજના દિવસે ગુજરાતી સાહિત્યના ચાર – ચાર સિતારાઓનો જન્મ થયો હતો અને ગુજરાતી સાહિત્ય જગતને તેમની સાહિત્યિક કૃતિઓ થકી અણમોલ ભેટ ચિરકાળ સુધી મળતી રહી. ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે.  ચાલો, તેમના  સર્જનની  સ્મૃતિ કરી ભાવાંજલિ અર્પણ કરીએ….

18 May, Birthday Special

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો

ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો

તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો

જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.

– આદિલ મન્સૂરી 

 

હું તો બસ ફરવા આવ્યો છું.

હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
— રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર ઘડી
તો ગીત પ્રેમનું આ પ્રુથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.

– નિરંજન ભગત

 

રાજા રાણા ! અક્કડ શેંના ?
વિસાત શી તમ રાજ્ય તણી
કઈ સત્તા પર કૂદકા મારો ?
લાખ કોટિના ભલે ધણી
લાખ તો મૂઠી રાખ બરાબર
ક્રોડ છોડશે સરવાળે
સત્તા સૂકા ઘાસ બરાબર
બળી આસપાસે બાળે
ચક્રવર્તી મહારાજ ચાલિયા
કાળચક્રની ફેરીએ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ… (સંપૂર્ણ કવિતા વાંચો.)

– બહેરામજી મલબારી  

આપેલ લિંક દ્વારા નરોત્તમ પલાણનો સુંદર લેખ માણો : http://www.readgujarati.com/

માહિતી સ્રોત – સાભાર : http://www.readgujarati.com/http://www.vijaydshah.com/,

http://www.readgujarati.com/, https://gujaratikavitaanegazal.wordpress.com

No Response to “જન્મદિન વિશેષ ( ૧૮મી મે ) – આદિલ મન્સૂરી, નિરંજન ભગત, બહેરામજી મલબારી, નરોત્તમ પલાણ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment