Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

banner-9

૧લી મે એટલે દરેક ગુજરાતી માટે ગૌરવશાળી દિવસ. આ દિવસ ‘ગુજરાત ગૌરવ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. ઈ.સ. 1960માં મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાતને અલગ કરી એક નવા રાજ્યની સ્થાપના પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી તેથી આ દિવસ ‘ગુજરાત સ્થાપના દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. આજે સમગ્ર દેશના આર્થિક વિકાસમાં ગુજરાતનું ખૂબ યોગદાન રહ્યું છે. આપણું ‘ગુજરાત રાજ્ય’ સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રગતિશીલ રાજ્ય ગણાય છે. વિશ્વભરમાં લોકપ્રિય ગુજરાતી ભાષાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ‘ગુજરાતીલેક્સિકન’ વેબસાઇટ આ વર્ષે ગુજરાત દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે વિવિધ રજૂઆત કરી રહ્યું છે. આ દિવસે પ્રસિદ્ધ રૅડિયો જોકી ધ્વનિત અમદાવાદ બુક-ફેરમાં કરશેExplore Gujaratનું લોકાર્પણ જેની વિગતો નીચે મુજબ છે :

ઍક્સ્પ્લોર ગુજરાત – ગુજરાતને જાણો અને માણો

ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા વિશાળ અને ભવ્ય ભારતદેશમાં ગુજરાત એક અનોખું અને અલગ તરી આવતું રાજ્ય છે. તેની અનેક વિશેષતાઓ અને વિવિધતાઓ છે. ગુજરાત રાજ્ય વિશેની, તેની સંસ્કૃતિ, તહેવારો–ઉત્સવો, પુસ્તકો, મનોરંજન જગત, ભોજન, ગરવા ગુજરાતી, ઉદ્યોગો વગેરે જેવી માહિતીને વિશ્વના લોકો સમક્ષ રજૂ કરવાના આશયથી ગુજરાતીલેક્સિકન દ્વારા ‘ઍક્સ્પ્લોર ગુજરાત’ની સેવા શરૂ કરવામાં આવી છે. હાલમાં પ્રથમ તબક્કે આપ ગુજરાત વિશેની, ગુજરાતી પુસ્તકો વિશેની તથા ગુજરાતી ફિલ્મ અને નાટક વિશેની માહિતી મેળવી શકશો અને તે પણ ગુજરાતીમાં. આ બાબતો દરેક ગુજરાતી અથવા બિનગુજરાતીને પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. સમયાંતરે આ બધી માહિતી અંગ્રેજી ભાષામાં પણ મેળવી શકાશે.
તો ચાલો ગુજરાતને માણો આ લિંક ઉપરથી : www.gujaratilexicon.com/explore-gujarat

રાષ્ટ્રીય પુસ્તક મેળો – અમદાવાદ

દર વર્ષે ગુજરાતમાં અમદાવાદ મુકામે ‘અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રાષ્ટ્રિય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. ‘ગુજરાતીલેક્સિકન’ ટીમ પણ આ પુસ્તક મેળામાં ભાગ લેવાની છે. આ પુસ્તક મેળા દ્વારા આપ અમારી મુલાકાત લઈ શકો છો. અમારો સ્ટોલ નંબર છે – 150. આપની રૂબરૂ મુલાકાત દ્વારા ગુજરાતીલેક્સિકનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને લાક્ષણિકતાઓ વિશે આપને જણાવતાં અમને આનંદ થશે.

ટાઇપિંગ માસ્ટર

ભાષા તથા વ્યવસાયનાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપી અને ચોકસાઈપૂર્વકનું તથા ક્ષતિ રહિત ટાઇપિંગ એક ઉપયોગી અને આવશ્યક કૌશલ્ય ગણાય છે. આ આવશ્યકતાને લક્ષમાં રાખીને તૈયાર કરવામાં આવેલ ‘ટાઇપિંગ માસ્ટર’ સેવા આપને ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ટાઇપિંગ ઝડપથી તથા ચોકસાઈપૂર્વક કરતાં શીખવશે. આની મદદથી આપ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં ટાઇપ કરતાં શીખી શકશો તથા તમારી ટાઇપની ઝડપ, ચોકસાઈ વગેરેની ચકાસણી કરી શકશો. અહીં આપ વાક્યો અને ફકરા એમ બે સ્વરૂપે ટાઇપિંગનો અભ્યાસ કરી શકશો. તો આજે જ, સાથેની લિંક દ્વારા મુલાકાત લો અમારા આ ખાસ નવા વિભાગની અને આપના ટાઇપિંગ કૌશલ્યને ખીલવો
http://www.gujaratilexicon.com/typing

ગુજરાતી ભાષા પાયાથી શીખવતી મોબાઇલ ઍપ્લિકેશન – LLG

વિશેષત: ૧લી મે, ૨૦૧૫ના ગુજરાત સ્થાપના દિનને વિશેષ ગૌરવ અપાવતાં ગુજરાતી ભાષાના સ્વર, વ્યંજન, સંખ્યાઓ, શબ્દભંડોળ વગેરે પાયાગત બાબતોનો પરિચય કરાવતી અને શીખવતી મોબાઇલ ઍપ્લિકેશન Lets Learn Gujarati આપની સમક્ષ મૂકતાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. અહીં આ બધી બાબતોની રજૂઆત સચિત્ર, દૃશ્ય–શ્રાવ્ય અને વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવેલ છે જે કોઈ પણ વ્યક્તિને ગુજરાતી ભાષા શીખવામાં મદદરૂપ અને ઉપયોગી સાબિત થશે. આજે જ ઍન્ડ્રોઇડ પ્લૅટફૉર્મ ઉપર કાર્યરત અમારી આ ઍપ્લિકેશન, સાથેનીં લિંક દ્વારા ડાઉનલોડ કરો અને સરળતાથી ગુજરાતી ભાષા શીખો :
https://play.google.com/store/apps/details?id=com.arnion.letslearngujarati

શબ્દકોશ અને સુવિચારોની મોબાઇલ ઍપ્લિકેશન

માઇક્રોસૉફ્ટ દ્વારા ભલામણ કરાયેલ અમારી વિન્ડોઝ પ્લેટફોર્મ ઉપર કાર્યરત શબ્દકોશ ઍપ્લિકેશનમાં આપ હવે અંગ્રેજી–ગુજરાતી શબ્દકોશ ઉપરાંત ગુજરાતી–અંગ્રેજી અને ગુજરાતી–ગુજરાતી શબ્દકોશ વિના મૂલ્યે મેળવી શકો છો :
http://www.windowsphone.com/en-in/store/app/shabdakosh-gujaratilexicon/73c2fdd2-936c-4726-ae3b-e6e53ef182be

આ ઉપરાંત પ્રેરણાદાયી સુવિચારોની એક નવી ઍપ્લિકેશન પણ આપ ડાઉનલોડ કરી શકો છો અને તે સુવિચારો આપના સ્નેહીસંબંધીઓને વહેંચી શકો છો : http://www.windowsphone.com/s?appid=e85b6d22-9505-4041-872d-34b7a5689ae5

લોકકોશનો નવો અવતાર

ભાષાપ્રેમી લોકોના સહયોગથી કાર્યરત થયેલો ડિજિટલ શબ્દકોશ એટલે લોકકોશ. અત્યાર સુધી લોકસહકાર દ્વારા મળેલા શબ્દોમાંથી 1026 શબ્દો લોકકોશ ઉપર મૂકવામાં આવ્યા છે. લોકકોશના કલેવરમાં ફેરફાર કરી આજે લોકો સમક્ષ તેને રજૂ કરવામાં આવેલ છે. આજે જ લોકકોશની વેબસાઇટની મુલાકાત લો અને શબ્દમિત્ર બની નવા શબ્દો ઉમેરો. આશા છે કે આપને લોકકોશનું નવું રૂપ જરૂરથી ગમશે.
lokkosh.gujaratilexicon.com

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon ઉપર મોકલી શકો છો અથવા 079 – 400 49 325 ઉપર અમારો સંપર્ક કરી શકો છો.

જય જય માતૃભાષા ગુજરાતી ! જય જય ગરવી ગુજરાત !
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત

No Response to “ગુજરાત સ્થાપના દિન – રાષ્ટ્રિય પુસ્તક મેળો – ગુજરાતીલેક્સિકનની વિશેષ પ્રસ્તુતિઓ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment