Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

Chan chee Mehta-Portrait

આજે ૬ઠ્ઠી એપ્રિલના રોજ સાહિત્યના એક મૂર્ધન્ય નાટ્યકાર, નવલકથાકાર અને કવિ ચં. ચી. મહેતાની જન્મતિથિ છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમનું બહુમૂલ્ય પ્રદાન છે. તેમની સાહિત્ય સેવાઓને બિરદાવતાં ‘ગુજરાતીલેક્સિકન’ તરફ્થી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવવામાં આવે છે.

ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ‘ચં.ચી.મહેતા’ (જન્મ : ૬-૪-૧૯૦૧, અવસાન : ૨૨-૪-૨૦૦૧) કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક તરીકે ખ્યાતિ.

તેમને જન્મ સુરત શહેરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં લીધું હતું. માધ્યમિક શિક્ષણ સુરતમાં પ્રાપ્ત કર્યું હતું. ૧૯૧૯માં મેટ્રિક થયા. ૧૯૨૪માં મુંબઈ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. પાસ કર્યું. ૧૯૩૩થી ૧૯૩૬ સુધી મુંબઈની ન્યૂ એરા હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી.

મુંબઈ તેમ જ અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક. નિવૃત્તિ બાદ મ.સ. યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન. વિદેશના નિવાસ-પ્રવાસ દરમિયાન અનેક દેશોની નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં. નાટ્યકલાના વિશ્વવિખ્યાત જાણકાર. ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. ૧૯૩૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૨-૪૬નો નર્મદચંદ્રક. ૧૯૫૦માં કુમારચંદ્રકનો અસ્વીકાર. ૧૯૭૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

ચં.ચી., સી.સી. અને ચાંદામામાના હુલામણા નામે ઓળખાતા આ લેખક સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને ગદ્યકાર તરીકે પ્રખ્યાત છે. ગુજરાતમાં અવૈતનિક રંગભૂમિનો પાયો એમણે નાખ્યો અને તેને માટે જરૂરી નાટકો પણ લખ્યાં. મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષની સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ. એ સર્વ આ લેખકની વિશિષ્ટ પ્રતિભાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે.

ગુજરાતી સાહિત્યમાં તેમણે રચેલાં ઇલાકાવ્યો ખૂબ પ્રસિદ્ધ છે. ચાલો તેમાંનું એક જાણીતું ઇલાકાવ્ય માણીએ…

ઇલા ! કદી હોત હું દેવબાલ !
તારા ભરી આપત એક થાળ,
એના   વડે   કૂકડીદાવ  સાથે
બંને રમ્યાં  હોત અહો નિરાંતે.

ચાંદો ફરંતો   નભથી હું લાવી,
બ્હેનાં રમ્યાં હોત દડો બનાવી;
ને એ   દડે   હું  વીજરેખ  બાંધું
એને   ઉછાળી જળવ્યોમ સાંધું.

ને   સાતરંગી   ધનુવસ્ત્ર   ચારુ
લાવે સજાવું તુજ  અંગ   ન્યારું;
ને શુભકીર્તિ  થઈ   દિવ્ય   પંથે
ઓહો ઊડ્યાં હોત જ દિગદિગન્તે.

ગુજરાતી ભાષામાં તેમના બહુમૂલ્ય સાહિત્યસર્જન વિશે જાણો : https://gnansarita.wordpress.com
(લેખ સંદર્ભ : www.gujaratisahityaparishad.comimpblogger.wordpress.com)

No Response to “જન્મદિન વિશેષ : શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતા (ચં. ચી. મહેતા)” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment