Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

શાલિવાહન શક સંવતનું નવું વર્ષ ચૈત્ર સુદિ એકમથી શરૂ થઈ જાય છે. આ દિવસ ગુડી પડવા તરીકે અને ચેટીચાંદ તરીકે ઊજવવામાં આવે છે. શક સંવત પ્રમાણેનું નૂતન વર્ષ આપના માટે શુભ અને મંગલમય રહે તેવી ‘ગુજરાતીલેક્સિકન’ ટીમ તરફથી હાર્દિક શુભ કામનાઓ.

શક સંવતના વર્ષનો પ્રારંભિક સમયગાળો વિદ્યાર્થીમિત્રો માટે આનંદ અને મોજમજાનો સમયગાળો ગણાય છે, કારણ કે આ સમયગાળામાં શાળા-કૉલેજોમાં વૅકેશન હોય છે.

આહા આવ્યું વૅકેશન, જુઓ રજાની મજા,
શું શું લાવ્યું વૅકેશન, આવી મજાની રજા,
રજાની મજા.. મજાની રજા.. રજાની મજા..

વૅકેશન એટલે ચિંતામુક્ત બની ખાવું-પીવું, હરવું-ફરવું, રમવું અને મનોરંજનોની મોજ-મજા કરવી બરાબર ને ! પરંતુ એક અગત્યની બાબત અવશ્ય બાદ રાખવી કે આ બધાંની સાથે-સાથે આપણે આપણા વ્યક્તિત્વ–વિકાસ, કૌશલ્ય–વિકાસ માટે પણ વૅકેશનના સમયનો સદુપયોગ કરીએ. સંગીત, નૃત્ય, અભિનય, વક્તવ્ય, રમતગમત વગેરેના વર્ગોમાં જોડાઈ તાલીમ લઈએ અને આપણા વ્યક્તિત્વ તથા આપણી અંદર રહેલી સુષુપ્તશક્તિઓને જાગૃત કરી વિવિધ કૌશલ્યો વિકસાવીએ. તે સિવાય પુસ્તકોના વાંચન દ્વારા આપણા જ્ઞાનમાં વધારો કરીએ. હાલના ટૅકનોલૉજીના સમયમાં વિવિધ વેબસાઇટ તથા મોબાઇલ ઍપ્લિકેશન્સ દ્વારા આપણે આપણા જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ તથા મનોરંજન માણી શકીએ છીએ.

GL ની વિવિધ રમતો દ્વારા વૅકેશનનો સદુપયોગ
ગુજરાતીલેક્સિકન.કોમ વેબસાઇટ પર આપ જ્ઞાન સાથે ગમ્મત કરાવતી વિવિધ રમતોની મજા માણી શકો છો. વર્ડ મૅચ, ક્વિક ક્વિઝ, ક્રૉસવર્ડ, ઉખાણાં, જનરલ નૉલેજ વગેરે રમતો આપને ખૂબ આનંદ કરાવશે, સાથે-સાથે આપના જ્ઞાનમાં વધારો પણ કરશે.
http://www.gujaratilexicon.com/gl-games

વૅકેશન દરમિયાન આપનો વિશિષ્ટ કોશ બનાવો
શબ્દો એ ભાષાનું કલેવર છે તેમ રૂઢિપ્રયોગો, કહેવતો, વિરોધી-સમાનાર્થી શબ્દો વગેરે ભાષામાં વપરાતા વિશિષ્ટ શબ્દપ્રયોગો તેનાં ઘરેણાં સમાન છે. ભાષા અસરકારક અને સમૃદ્ધ બનાવવા માટે તેની જાણકારી અને ભાષાપ્રયોગ ખૂબ જરૂરી છે. આપ આ શબ્દભંડોળ ગુજરાતીલેક્સિકનના વિશાળ સ્રોતમાંથી મેળવી શકશો અને તેનો સંગ્રહ કરી આપ આપનો નાનકડો કોશ પણ બનાવી શકો છો. આ વિશિષ્ટ કોશની મોબાઇલ ઍપ્લિકેશન ગુજરાતીલેક્સિન પ્લસ પણ અમે બનાવી છે જે અહીં આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે :https://play.google.com/store/apps/details?id=com.arnion.glplus

વૅકેશનમાં શીખીએ ગુજરાતી
વૅકેશન દરમિયાન ગુજરાતી ભાષાનો પાયાથી પરિચય આપતી અમારી વેબસાઇટ www.letslearngujarati.comની મુલાકાત લેવાનું ચુકાય નહીં. અહીં આપ સચિત્ર, દૃશ્ય-શ્રાવ્ય અને વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતી શીખી શકશો : http://www.letslearngujarati.com/
ગુજરાતીલેક્સિકનની આ ઉપયોગી પ્રસ્તુતિઓ આપના વૅકેશનને ફળદાયી તથા આનંદદાયી બનાવશે તેવી અમને ખાતરી છે.

Gujaratilexicon
ઍડ્વર્ટાઇઝ ઓન જીએલ – જાહેરાત આપવાનું અનોખું માધ્યમ
જી.એલ.કમ્યુનિટી – સાહિત્યપ્રેમીઓ માટે નવો વિભાગ
મરાઠી – ગુજરાતી, હિંદી – ગુજરાતી શબ્દકોશ
સંપૂર્ણ સ્રોત તદ્દન નિઃશુલ્ક ડાઉનલોડ કરવાની સગવડ
સાહિત્યનું વાંચન ઇ-બુક વિભાગને સંગ

Bhagwadgomandal
ગુજરાતી ભાષાનો સૌથી સમૃદ્ધ શબ્દકોશ
જ્ઞાનનો વિસ્તૃત, બૃહદ અને ઉત્તમ સ્રોત
ભગવતસિંહજી મહારાજના ૨૬ વર્ષના શ્રમયજ્ઞનું ફળ
સંપૂર્ણ સ્રોત ડાઉનલોડ કરવાની સુવિધા
ફેસબુક પેઇજ સાથે જોડાઈને રોજ નવા શબ્દની માહિતી મેળવો

Lokkosh
નવા ૧૦૨૬ શબ્દોનો સમાવેશ
ભાષાપ્રેમીઓના સહયોગથી કાર્યરત શબ્દકોશ
નવા શબ્દો ઉમેરો અને શબ્દમિત્ર બનો
સ્વામી આનંદના જૂની મૂડીના શબ્દોનો સમાવેશ
લોકકોશની મોબાઇલ ઍપ્લિકેશન પણ ઉપલબ્ધ

Games
દર સપ્તાહે માણો એક નવો ક્રૉસવર્ડ
સામાન્ય જ્ઞાન વધારતી જી.કે. ક્વિઝ
શબ્દોને સરખાવવાની રમત વર્ડ-મૅચ
જંબલ–ફંબલ ગેઇમની મોબાઇલ ઍપ્લિકેશન
રસપ્રદ આઠ રમતોનો ખજાનો

ગુજરાતીલેક્સિકોન ટીમને [email protected] ઉપર મેઇલ દ્વારા અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત !

GL_April2015_Newsletter

No Response to “વૅકેશનનો સદુપયોગ કરાવશે ગુજરાતીલેક્સિકન” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment