કવિ, વિવેચક તથા સંપાદક તરીકે જાણીતા સાહિત્યકાર શ્રી હેમંત દેસાઈનો આજ ૨૭ માર્ચના રોજ જન્મદિવસ છે. તેમના જન્મદિન નિમિત્તે તેમની સ્મૃતિ કરતાં તેમની જાણીતી રચના માણીએ…
…………………………………………………………………………………………………
પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,
ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.
ચડતા શિખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે
મચ્યા રહ્યાનું, લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું.
ઈટ્ટાકિટ્ટા કર્યે જવાના, ખર્યે જવાના ખોખો ખેલી,
મોટેરા મનસૂબાથી બળવાન હોવું – માણસ હોવું.
ચરણ રૂકે ત્યાં સ્વાગત ઝીલતા દુનિયામાં ફૂલ્યા કરવાનું,
પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું – માણસ હોવું.
મહામોલના શિર દઈ દેતા હસતા હસતા ક્ષણમાં તેને
સસ્તા સસ્તા જીવનનું અભિમાન હોવું – માણસ હોવું
સમજણની સિદ્ધિના વડલા વિસ્તાર્યા નિત કરવા પડતા,
તોય વખત પર નિરાધાર નાદાન હોવું – માણસ હોવું.
ખૂબીખામીના જુદા તોલથી સ્વજન પરાયા જોખ્યા કરવા
ઢળ્યા અહીં કે તહીં બધે વેરાન હોવું – માણસ હોવું.
હારજીતના ભેદ ભુલાવે એવા યુદ્ધે હોમાયા-નું
મળે તેમના જીવ્યાનું સન્માન હોવું – માણસ હોવું
………………………………………………………………………………………….
સાભાર – ગઝલ સ્રોત : https://gujaratigazal.wordpress.com
તેમના વિશે વિગતે જાણો : https://sureshbjani.wordpress.com
No Response to “જન્મદિન વિશેષઃ કવિ શ્રી હેમંત દેસાઈ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment