Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

believeyoucanwallpaperમુશ્કિલો મેં ભી હસના હમે આતા હે,

દરિયા ગહરા હુવા તો ક્યા હુવા, તૈરના હમે આતા હે;

અબ કિસે પરવાહ હૈ હાર યા જીત કી,

હર લડાઈ કો હિંમત સે લડના હમે આતા હૈ.

આ શબ્દો કોઈ જાણતા લેખક, કવિ કે કોઈ મહાન વિજ્ઞાનિકતા નથી. પણ આ શબ્દો સંધિવાને કારણે શરીરનું હલન ચલન નહીં કરી શકનારા તથા ગેગરિનમાં એક ગુમાવનારા ચાટર્ડ એકાઉન્ટન સંકેત કલ્યાણીના છે. બીમારીઓના કારણે ૯૦ ટકા પોતાના શરીર સાથ આપતું ન હોવા છતાં બુલંદ ઈરાદાઓથી સી.એ. બનવાની સફળતા હાસલ કરીને હજારો લોકો માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. શહેરના સી.જી. રોડ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષના સંકેતને સંધિવાનો રોગ થયો હોવાથી શરીરને લોહી ઓછું મળવવાના કારણે શરીરનાં અંગો ધીરે ધીરે નકામાં થતાં જાય છે. સામાન્ય રીતે જે રોગ મોટી ઉંમરના વયોવૃદ્વમાં વધુ જોવા મળે છે તે સંધિવાનો રોગ તેમને માત્ર ૫ વર્ષની ઉંમરે લાગું પડ્યો હતો. ધીરે ધીરે શરીરનાં તમામ અંગો કામ કરતા બંધ થતા, સંકેતે સંપૂર્ણ રીતે વ્હિલચેર પર ફરતો થઈ ગયો હતો. જો કે શરીર સાથ ના આપતું હોવાથી સંકેત શરૂઆતમાં હિંમત હારી ગયો હતો. જો કે કપરા સમયે માતા-પિતાના સાથ અને સહકારથી ફરી બૂલંદ ઈરાદાઓ સાથે કોર્પોરેશની સ્કૂલમાં ધોરણ ૧૦ અને ૧૨ માં સારા માકર્સ મેળવીને સી.એ બનવાની રાહ પર નીકળી પડયો. આખરે ૨૦૧૩ માં સી.એ ફાઈનલમાં પાસ થઈને પોતાની મંઝિલ હાંસલ કરી બતાવી. સંકેતની સી.એ બનવાની સફર દરેક સી.એ અને જિંદગીથી હારી ગયેલા વ્યક્તિઓ માટે પ્રેરણા સમાન બને તે માટે ચિંતન નામના સી.એ ફાઈનલ કરી રહેલા સ્ટુડન્ટે તેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવીને લોકોને મેસેઝ પણ આપી રહ્યો છે.

આ અંગે કલ્યાણી કહે છે કે મારે ૧૨ મા ધોરણમાં સારા ટકા આવ્યા ત્યારે મને ખ્યાલ નહોંતો કે હું આગળ જતાં શું કરીશ. પણ આવા સમયે મારા-પિતાએ મને કહ્યુ કે ‘બેટા ! તું કોઈ એવી વસ્તુ કરી બતાવ કે જેના કારણે લોકો તને ઓળખતા થાય અને તારામાંથી પ્રેરણા મેળવે’. આથી મેં સી.એ બનવાનું નક્કી કર્યું. સી.એ પૂરું કરવામાં મને ખૂબ તકલીફો પડી. ચાલી ન શકવાના કારણે મારા સર મને ઘરે ભણવવા આવતા. મારા માટે કલાસમાં અલગ વ્યવસ્થા કરવામાં આવતી હતી. સી.એ બનવાની રાહમાં ભગવાને પણ જાણે મારી કસોટી લેવી હોય તેમ એક પછી એક તકલીફો આપતો ગયો. પણ મંઝિલને હાંસલ કરવાની પેશન મેં જાળવી રાખી અને આખરે હું સી.એ પાસ થઈ ગયો.

ડૉક્ટરની બેદરકારીને લીધે પગ ગુમાવ્યો

સંકેતનું શરીર ધીરે ધીરે ક્ષીણ થઈ રહ્યું હતું તેમ છતાં તેને હિંમત ના હારી. ૨૦૦૪માં પગમાં લાગુ પડેલા વેડ ગેગરીન નામના રોગની સારવાર લઈ રહેલા સંકેત પર તો જાણે કે આભ ત્યારે તૂટી પડયું હતું. તેના પિતાના જણાવ્યા મુજબ ડૉકટરની બેદરકારીના કારણે સંકેતનો ડાબો પગ કપાવવો પડયો હતો આવા સમયે સંકેત હતાશ થવાની જગ્યાએ આગળ વધતો ગયો હતો.

સીએની ફાઇનલ વખતે એટેક આવતાં યાદશક્તિ ગુમાવી

સી.એની અડધી સફર પુરી કરી ફાઈનલ સુધી પહોંચેલા સંકેત સી.એ એકઝામના અંતિમ તબ્બકામાં ખૂબ તકલીફો વેઠવી પડી. અચાનક એક પછી એક પછી એક એમ ત્રણ વાર વાઇ નામની બિમારીના હુમલા આવવાથી યાદશક્તિ ગુમાવી બેઠો હતો. જેના કારણે તે સી.એ ફાઈલમાં પાંચ વખત ફેઈલ થયો. આવા વિપરીત સંજોગો વચ્ચે મન અડગ રાખીને બિમારીમાંથી રીકવરી મેળવીને સી.એ ફાઈનલની તૈયારીઓ કરવા માંડી હતી. દવાઓની સાથે તેને પરિવાર અને મિત્રોનો સાથ મળતો રહ્યો જેના કારણે આખરે તે બીમારીમાંથી બહાર આવી ગયો.

………………………………………………………………………………………………………………………………………..

અપંગ દીકરો સંતાન માટે ભાર નહીં પણ આધાર

સંકેત પોતાની સફળતા પાછળનો બધો શ્રેય પોતાનાં માત-પિતાને આપે છે. આ અંગે તેના માતા જાગૃતિબેન અને પિતા કિશોરભાઈ કહે છે કે સંતાન જ્યારે આ પ્રકારની તકલીફોથી પીડાતું હોય ત્યારે દરેક મા-બાપની આંખો છલકાઈને ભગવાનને કોસતી હોય છે પણ અમે ભગવાનને ગમ્યું તે ખરું…!એવું માની કઈ રીતે જીવનમાં આગળ વધી શકે તેને જ પોતાના જીવનનું લક્ષ્ય માની, તેનો સાથ આપતાં ગયાં. આવા બાળકો જ્યારે જન્મે છે લોકો તેને ભાર સમાન ગણવા લાગે છે પણ તે અમારા માટે ભાર સમાન નહિ પણ અમારો જીવનનો આધાર છે.

પિતાએ અપંગ સંતાનની સેવા ખાતર નોકરી છોડી

મા- બાપની સેવા કરનાર વ્યક્તિની વાત આવે ત્યારે શ્રવણ નામનું પાત્ર તરત જ આપની આંખ સામે તરી આવે છે. પણ અહિયાં શ્રવણ જેવી સેવા તેના માત-પિતાએ કરીને વાતને ઉલટાવી દીધી છે. સારી એવી કંપનીમાં નોકરી કરતા સંકેતના પિતા કિશોરભાઈને ૨૦૦૧માં સંતાન સંપૂર્ણ રીતે વ્હિલચેર પર આવી જતાં  તેની સારવાર માટે જોબને લાત મારી દીધી હતી. સંતાનની સેવાચાકરી અને તેના એજ્યુકેશનને જ જીવનનો અંતિમ ઉદેશ્ય ગણી તેન પાછળ પોતાની જિંદગી આપ દીધી છે. આવા સમયે માતાએ પણ પતિનો સાથ આપતાં નોકરી કરીને ઘરના આર્થિક ગુજરાનનું બીડું પોતાના સિરે લઈને સંતાનની મદદ કરવા લાગ્યાં જેના ફલસ્વરૂપ સંકેત આજે સી.એની ડીગ્રી ધરાવે છે.

…………………………………………………………………………………………………………………………………………………………………..

No Response to “પ્રેરણા કથા – અપંગ પણ નહીં લાચાર” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment