Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

SUNIL_KOTHARI_1459233g

અમદાવાદ અનેક સાહિત્યકારોની નગરી છે. અહીં રોજબરોજ સાહિત્યના અનેક કાર્યક્રમો-સમારંભો થયા કરે છે. તેમાંનો એક વિશેષ સમારંભ તારીખ ૦૧ – ૦૯ – ૨૦૧૪ના રોજ યોજાયો. 

સમારંભની વિગતો આ મુજબ છેઃ 

પ્રસિદ્ધ નૃત્ય વિવેચક શ્રી સુનિલભાઈ કોઠારીને ગુજરાત સાહિત્ય સભા ( અમદાવાદ ) તરફથી ઈ. સ. ૨૦૧૨નો 

શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાનો સમારંભ. 

સમયઃ

સોમવાર, તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ 

સાંજના ૫-૩૦ વાગ્યે 

સ્થળઃ 

શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ 

ગુજરાત વિશ્વકોષ 

રમેશપાર્ક સોસાયટી પાસે, ઉસ્માનપુરા 

અમદાવાદ. 

કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોઃ 

પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈ, જાણીતા આર્કિટેક્ટ શ્રી બી.વી. દોશી, ખ્યાતનામ નૃત્ય સાધિકા સુશ્રી કુમુદિનીબેન લાખિયા તથા કવિશ્રી પ્રફૂલ રાવલ 

કાર્યક્રમમાં શહેરના ૧૦૦ વધુ સાહિત્ય અને કલારસિકો શ્રી સુનિલભાઈ કોઠારીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા પઘાર્યા હતા. 

ગુજરાતીલેક્સિકોન તરફથી હું ગુર્જર ઉપેન્દ્ર ત્યાં હાજર રહ્યો હતો અને શ્રી સુનિલભાઈને મળીને અભિનંદન તથા હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. 

કાર્યક્રમની ઝલકઃ 

ક્લાસિકલ ડાન્સ ક્રિટિક સુનિલ કોઠારીને શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાના પ્રસંગે નૃત્યસાધિકા કુમુદિની લાખિયાએ તેમનો વિશેષ પરિચય આપ્યો હતો. 
મૂળ ચાટર્ડ એકાઉન્ટન્ટ પરંતુ નૃત્ય પ્રત્યે લગાવને લીધે શાસ્ત્રીય નૃત્યના લેખન-વિવેચન ક્ષેત્રે ઝંપલાવીને ૧૨ જેટલાં પુસ્તકો આપનાર શ્રી સુનિલ કોઠારીને ગુજરાત સાહિત્ય સભાના ઉપક્રમે ૮૩મો રણજિતરામ સુવર્ણચંદ્રક ગુજરાત વિશ્વકોષ ખાતે સોમવારે એનાયત કરવામાં આવ્યો હતો. 
જાણીતા આર્કિટેક્ટ બી.વી. દોશીએ જણાવ્યું કે સુનિલ કોઠારી ઊડતો માણસ છે. તેમની ભાળ મેળવવી મુશ્કેલ છે. આજે દિલ્હી તો કાલે પેરિસ. જો કે એક પગ તો અમદાવાદમાં હોય જ. જો કે ડાન્સમાં સ્થિર થવું પડે તે સાધના તેમણે સારી રીતે પાર કરી છે. સ્વૈરવિહારી આ માણસમાં કુદરતના ભાવ છે. 

પદ્મશ્રી સુનિલભાઈ કોઠારીના ઉદ્ગારોઃ  

મારી પસંદગી માટે હું આભારી છું. 
રણજિતરામ એવોર્ડ મારા માટે એક નોબેલ પ્રાઈઝ સમાન છે. ગુજરાતી સાહિત્ય અને અસ્મિતા માટે આજીવન કામ કરનાર રણજિતરામની યાદમાં આ એવોર્ડ અપાય છે. આ વર્ષે તે માટે મારી પસંદગી થઈ છે તે બદલ હું હૃદયના ઉમળકા સાથે આ માટે આભાર માનું છું. ૧૯૬૪માં મેં એમ. એ. અને સી એ પછી મારે ડાન્સમાં જ આગળ વધવું હતું એટલે ૧૯૭૭માં નૃત્યનાટકો અને રસસિદ્ધાંત પર પીએચડી કર્યુ. પછીથી મારી આ ડાન્સ યાત્રા શરૂ થઈ જે આજે પણ અવિરત ચાલુ છે. 

…………………………………………………………………………………………………………………………………

ગુજરાતીલેક્સિકોન પરિવાર તરફથી તેમની આ મહાન સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે અને શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે કે ઉત્તરોત્તર વિશેષને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહે. 

No Response to “શ્રી સુનિલભાઈ કોઠારીને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાન કરાયો” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment