Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

Ganesha  1

ગણેશ સ્તોત્રમ્

वक्रतुंडमहाकायसूर्यकोटिसमप्रभ:।
निर्विध्नंकुरुमेदेवसर्वकार्येषुसर्वदा॥

ભાવાર્થ – જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારા વિઘ્ન હરે.

प्रणम्यशिरसादेवंगौरीपुत्रंविनायकम् ।

भक्तावासंस्मरेनित्यंआयुःकामार्थसिद्धये ॥ १॥

ભાવાર્થ – ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું.

प्रथमंवक्रतुण्डंचएकदन्तंद्वितीयकम् ।

तृतीयंकृष्णपिङ्गाक्षंगजवक्त्रंचतुर्थकम् ॥ २॥

ભાવાર્થ – પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણપિંગાક્ષને, ચોથા ગજક્ત્રને…

लम्बोदरंपञ्चमंचषष्ठंविकटमेवच ।

सप्तमंविघ्नराजेन्द्रंधूम्रवर्णंतथाष्टमम् ॥ ३॥

ભાવાર્થ – પાંચમા લંબોધરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્રવર્ણને…

नवमंभालचन्द्रंचदशमंतुविनायकम् ।

एकादशंगणपतिंद्वादशंतुगजाननम् ॥ ४॥

ભાવાર્થ – નવમા ભાલચંદ્રને, દશમા વિનાયકને, અગિયારમા ગણપતિને અને બારમા ગજાનનને…

द्वादशैतानिनामानित्रिसंध्यंयःपठेन्नरः ।

नचविघ्नभयंतस्यसर्वसिद्धिकरःप्रभुः ॥ ५॥

ભાવાર્થ – જે માણસ આ બાર નામોનો પ્રાતઃકાળે, મધ્યાહનકાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે.

विद्यार्थीलभतेविद्यांधनार्थीलभतेधनम् ।

पुत्रार्थीलभतेपुत्रान्मोक्षार्थीलभतेगतिम् ॥ ६॥

ભાવાર્થ – વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે, ધનની ઇચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની ઇચ્છાવાળો પાઠ કરે તો પુત્ર-સંતાન મેળવે, અંતે મોક્ષની ઇચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે.

जपेद्गणपतिस्तोत्रंषड्भिर्मासैःफलंलभेत् ।

संवत्सरेणसिद्धिंचलभतेनात्रसंशयः ॥ ७॥

ભાવાર્થ – જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે, તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે, અને એક વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે એમાં સંશય નથી. પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહિ એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઇએ.

अष्टेभ्योब्राह्मणेभ्यश्चलिखित्वायःसमर्पयेत् ।

तस्यविद्याभवेत्सर्वागणेशस्यप्रसादतः ॥ ८॥

ભાવાર્થ – જે માણસ આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે, એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે

ૐ શ્રી ગણેશાય નમ:

ગુજરાતીલેક્સિકોન તરફથી સૌ મિત્રોને ગણેશચતુર્થીની  હાર્દિક શુભકામનાઓ પાઠવામાં આવે છે

-http://www.sanatanjagruti.org/bhakti/sankatnashan-ganesh-stotra

No Response to “ગણેશ ચતુર્થી – સંકટનાશન ગણેશ સ્તોત્રમ્” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment