Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

02 indian national flag_edited

 चाह नहीं मैं सुरबाला के गहनों में गूँथा जाऊँ,

चाह नहीं प्रेमी-माला में बिंध प्यारी को ललचाऊँ,

चाह नहीं, सम्राटों के शव पर, हे हरि, डाला जाऊँ

चाह नहीं, देवों के सिर पर,चढ़ूँ भाग्य पर इठलाऊँ!

मुझे तोड़ लेना वनमाली ! उस पथ पर देना तुम फेंक,

मातृभूमि पर शीश चढ़ाने जिस पथ जावें वीर अनेक।

હિન્દી કવિ શ્રી માખનલાલ ચતુર્વેદીના આ ગીતમાં એક ફૂલ પોતાની અભિલાષા વ્યક્ત કરતાં કહે છે, ‘માતૃભૂમિના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના ચરણોંના સ્પર્શથી હું ધન્ય બની જાઉં.’જો એક પુષ્પ આ પ્રકારની ઇચ્છા કરતું હોય તો આપણે તો માણસ છીએ. ભારતની આઝાદીની ખુશી તો આપણને વિશેષ હોવી જોઈએ. આ આઝાદી આપણને અનેક નર-નારી રત્નોના બલિદાનોથી મળી છે. આઝાદી અમૂલ્ય છે. આપણને મળેલી આઝાદી અનેક શહીદોના રક્તથી સિંચિત છે એ શહીદી આપણને હરહંમેશ યાદ રહેવી જોઈએ. આઝાદી કાયમ રહે તે માટે આપણે કૃતસંકલ્પ બની હંમેશાં રાષ્ટ્ર સેવાર્થે તન, મન અને ધનથી તત્પર રહેવું જોઈએ. તેથી જ તો કોઈકે કહ્યું છે,

जिस्म का हर कण है वतन के लिए,

जिन्दगी ही हवन है, वतन के लिए

 ૧૫મી ઑગસ્ટ છે સૌ ભારતવાસીઓનો સ્વતંત્રતા દિવસ. સને ૧૯૪૭ મા આજના દિને જ અંગ્રેજોના શાસનમાંથી આપણે મુક્ત થયા હતા પણ હજી ઘણી એવી બાબતો રહી ગઈ છે કે જેમાંથી આપણે આઝાદી મેળવવાની બાકી છે પણ એ માટે આપણે સહુએ એકમત થવું પડશે અને પોતાનાથી જ શરૂઆત કરવી પડશે તો જ આ ભ્રષ્ટાચાર, ગરીબી, નિરક્ષરતા, વ્યસનો, પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ…વગેરે જેવાં નકારાત્મક પરિબળોમાંથી મુક્ત થઈ સાચા અર્થમાં મુક્તિ મેળવી શકીશું.

આશા રાખીએ કે આવનારા આ ૬૮મા સ્વતંત્રવર્ષમાં ભારત દેશ પોતાની આગવી ઓળખ સાથે વધુ ને વધુ બહાર આવી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આતંકવાદ, ભ્રષ્ટાચાર, મોંઘવારી વગેરે દૂષણોમાંથી પણ આઝાદ થાય અને આ માટે બીજા પર આધારિત ન રાખતાં આપણે ખુદ જ આગળ વધવું પડશે. જો દરેક વ્યક્તિ આગળ આવશે તો જ આનો અંત આવશે અને સાચા અર્થમાં સ્વતંત્રતા આવશે. તો ચાલો આ સંકલ્પ સાથે આપણા ત્રિરંગાને સલામી આપતાં આ કેટલાંક રાષ્ટ્રભક્તિનાં ગીત માણીએ.

સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન.

હૈયું કદીયે ન હજો હતાશ.
વાણી ન નિષ્કારણ હો કઠોર.
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે.
ને આંખમાંના અમી ના સૂકાય.

ન ભોમકા ગાય વસૂકી શી હો.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી.
બને યુવાનો ન અકાલ વૃદ્ધ.
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો.

તે પંગતે હો સહુથી ય છેલ્લા.
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો તે,
સત્તા તણા રે! ન પુરોહિતો બને.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

– ઉમાશંકર જોષી

જા રે ઝંડા જા
ઉંચે ગગનથઇ ને મગનલહેરા.. જા….

ફૂંક્યા જેણે માથાએની યશોગાથા,
ફરકી ફરકી ગા….  જા…..
જા રે ઝંડા જા ….

શહીદ થઈને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા

મુક્ત થઈ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા….  મા….
જા રે ઝંડા જા 

દીવાલ થઇને ઊભો હિમાલય
મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે
ખેલાશે સમરાંગણ

મુક્ત ધરા છેમુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાના રંગ ઠળે

આભને સૂરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા….
જા રે ઝંડા જા ….

– અવિનાશ વ્યાસ

મસ્ત ગગને મસ્ત હવામાં,
જોમ ભરે જોશીલો
કસુંબલ કેસરી ધવલ લીલો
અશોક ચક્રે શોભીલો
ફર ફર ફરકે અમારો ત્રિરંગો,
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

નોંખી નોંખી સંસ્કૃતિથી શોભતો
સાગર રણ હિમાળો
છે   વાણીનાં   ઝરણાં    જુદાં
થાય સરિતા ધોધો
ભારત પ્રેમ પ્રકાશનો પ્યાલો
હરખે  લાલ કિલ્લો  ગર્વીલો(૨)

આઝાદીની ગાથાએ લહેરાતો
જોશ ભરે સંતાનો
શ્વેત    પારેવડાં   દે  સંદેશા
અમન શાન્તિનો નારો
વંદે માતરમ ભાવે જનજન જાગ્યો
હરખે   લાલ કિલ્લો  ગર્વીલો(૨)

રાષ્ટ્ર શોભે તારી શાને
છે જોમવંતો જયહિન્દ નારો
રાષ્ટ્ર ધૂને હરખે વીર જવાનો,
રાષ્ટ્ર  અમારો    મોંઘેરો
ધન્ય ગૌરવ દિન અમારો
ફરફર ફરકે  અમારો  ત્રિરંગો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

       – રમેશ પટેલ

वतन पर मिटनेवाले अमर हो जाते है,

वो शहीदे वतन कहलाते है,

तिरंगे की शान इनके दम पर है,

इतिहास को नाज इन पर है ।

સ્વાતંત્રતા પર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકોન તરફથી સૌ દેશવાસીઓને દેશપ્રેમ, દેશભક્તિ અને દેશ પ્રત્યે સમર્પણભાવનાની અદમ્ય લાગણીઓ સાથે વંદે માતરમ્, જય જય ભવ્ય ભૂમિ ભારતની !, સ્વતંત્ર ભારત તારી જય હો, હરહંમેશ તારી વિજય હો !

No Response to “૧૫ ઑગસ્ટ – સ્વાતંત્ર્યદિન પર્વ વિશેષ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment