પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.
ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે
ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં
હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
– નરેન્દ્ર મોદી
દેશપ્રેમી, દીર્ઘદૃષ્ટા અને દિશાસૂચક સુકાની એવા
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઐતિહાસિક જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન.
મહાન રાજનીતિજ્ઞ ચાણક્ય સમાન કુશાગ્ર અને કુનેહપૂર્વકની બુદ્ધિપ્રતિભા ધરાવતા લોકલાડીલા વડાપ્રધાન
અપાર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળનો મહાસાગર છે. તેનો ખ્યાલ આપણને આ કાવ્ય પરથી સહેજે આવી
જાય છે.
No Response to “પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment