Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો,

આપ સહુ જાણો છો કે આજે 21 ફેબ્રુઆરી એટલે કે ‘વિશ્વ માતૃભાષા દિવસ’. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે અમે આપ સહુને આપના શુભેચ્છા સંદેશ મોકલાવવાની વિનંતી કરી હતી. અમને મળેલા આ સમસ્ત શુભેચ્છા સંદેશ અહીં નીચે દર્શાવવામાં આવ્યા છે. જેની નોંધ લેશો.

જય જય ગરવી ગુજરાત….

**************************************************************************************************************

દીપક વૉરા

“ભાષા વિચારોનું પહેરણ છે.. ભાષા આપણાં વિચારો ને સ્વરૂપ આપે છે .. ભાષા વગર શબ્દો પ્રભાવ પાડી શકતા નથી . ભાષા એક મસ્તિકથી બીજા મસ્તિકમાં વિચારો ના આરોપણ કે આદાન પ્રદાન ને શક્ય બનાવે છે .. તે પણ કોઇ પણ સર્જરી વીના … અને આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા આ સત્ય નું જીવંત ઉદાહરણ છે અને આપણે સૌને તેનું ગૌરવ છે અને તે જાળવી રાખવા આપણે સૌએ પ્રમાણિકપણે વ્યક્તિગત સ્તરે અને અન્યો જે આ માટે કાર્ય કરી રહ્યા હોય તેના કાર્યમાં સહયોગ સ્વરૂપે આપણી સૌની સહીયારી ફરજ સમજીને કાર્યરત રહેવું જોઇએ.આજના વિશ્વ માતૃભાષા દિન નિમિતે સૌ વિશ્વમાં વિદ્યમાન સૌ ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાના ચાહકો અને ગુજરાતી લેક્ષીકોન જેવી સંસ્થાઓને કે જે આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા ને આજના ટેકનોલોજીના ના સમયે ટેકનોલોજીના સથવારે જીવંત રાખવાના જે અથાક પ્રયાસોમાં પરોવાયેલ છે તેઓને ખુબ ખુબ અભિનંદન.”

**************************************************************************************************************

દેવિકા ધ્રુવા

શ્રી વિપુલભાઇ, હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવના નમસ્તે. આ સાથે  વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે મારી રચના અને સંદેશ મોકલું છું.  વાણી મારી ગુર્જરી ને ભૂમિ મા ગુજરાત છે. વેશભૂષા વિદેશી પણ ગૌરવ આ ગુજરાત છે.પૂરવ હો યા પશ્ચિમ, ઉત્તર હો યા દક્ષિણ,ગિરા સૌની એક જેના રુદિયામાં ગુજરાત છે. 

***************************************************************************************************************

ડેની મેકવાન

I love my mother tongue because i love my mother – Vipin Parikh (More in less)Salute to Mr. Vipin Parikh
***************************************************************************************************************
રમણીક અગ્રાવત

અવાજની બક્ષિસ તો આપણને કુદરત આપે. બોલતાં શીખવે મા. મ… મા… મામા… એમ સ્વરની આંગળીએ આરંભાય આપણી મુસાફરી.   ભાષા અને મા કદીય ન મરે. વંશવેલામાં એનો વારસો આપમેળે ડગલાં ભરે. મા કદીય મરતી નથી.   આપણે વીતી જઈએ તે પછીય બોલાશમાં ગુંજતી રહે સદાય મા. આજે વિશ્વ ભાષા દિવસે વંદીએ સમગ્ર વિશ્વની સૌ ભાષાઓને. સૌ જનનીઓને…   જય વિશ્વ… જય જય ભાષા… જય જય જય માતા…
***************************************************************************************************************
અતુલ જાની

શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા.  વિશ્વ માતૃભાષા દિને ગુજરાતી લેક્ષીકોન ગુજરાતી ભાષાના પ્રચાર,પ્રસાર અને જાળવણી  માટે સતત કાર્યરત  રહે તેવી શુભેચ્છાઓ.
**************************************************************************************************************
સ્નેહા પટેલ

અનબીટેબલ : માતૃભાષા સિવાય કોઇ પણ ભાષા ના આવડે એની નાનમ ના રાખવાનું વર્તન માતૃભાષા પરત્વેનો આપણો આદર – પ્રેમ -પ્રદર્શિત કરે છે.
*************************************************************************************************************
રાજેન્દ્ર ભટ્ટ

Maa ane Matrubhasha aapna jeevan no Adhar che
***********************************************************************************************************

દેવલ તલાટી

વિશ્વ માતૃભાષા દિવસે દેશભરમાં ઘણા બધા કાર્યક્રમો થશે અને આજના દિવસ પૂરતી ચર્ચા અને ચિંતા થશે . ગુજરાતી શબ્દકોશ (લેક્ષિકોન) બનાવવા અને તે થકી ગુજરાતી ભાષાને સમ્રુદ્ધ બનાવાના પૂજ્ય શ્રી રતિકાકાએ જે પ્રયાસો કર્યા છે એ વંદનીય છે. રતિકાકાના પ્રયાસોને સન્માન આપવા માટે માતૃભાષા દિવસથી સારો દિવસ કયો હોઈ શકે !
***********************************************************************************************************
હિતેન્દ્ર વાસુદેવ

માતા, માતૃભૂમિ અને આપણી ગુજરાતી માતૃભાષા વિના માણસ અનાથ છે.
****************************************************************************************************************
ચેતના શાહ

મિત્રો, આજે વિશ્વ માતૃભાષા દિન … !!
તો આજે આપણી માતૃભાષા ગુજરાતીને કેમ ભૂલાય ?
‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત”
ગુજરાતી ભાષા, એ તો ગુજરાતી જાતિનાં વ્યક્તિત્વની આગવી ઓળખ છે, કોઈ પણ વ્યક્તિને ભલે દુનિયાની દરેક ભાષા આવડતી હોય .
પરંતુ જ્યારે રાત્રે નિંદ્રાધીન થાયત્યારે સ્વપન તો માતૃભાષામાં જ જુવે છે.
આપણે ચાહે દુનિયાનાં કોઈ પણ દેશમાં રહેતા હોઈએ, આપણી માતૃભાષાને કદીયે નાં ભુલવી જોઈએ,
અત્યારે તો ઈન્ટરનેટ, ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટેનું શ્રેષ્ઠ માધ્યમ બની ગયું છે..
એ સવલતનો લાભ લઈ ‘સમન્વય’ સહ સમગ્ર ગુજરાતી બ્લોગ જગત માતૃભાષા પ્રત્યેનું ઋણ ચુકવવામાં નિમિત્ત બન્યું છે, એ બદલ અમને ગૌરવ છે.
દરેક ગુજરાતી, આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે ગૌરવની લાગણી અનુભવે એવી અંતરની અભિલાષા સહ ચેતના શાહ (www.samnvay.net) – જય ગુર્જરી .. !
******************************************************************************************************************8
સોનાલી રાવલ

આપણી ગુજરાતી માતૃભાષાના સંદેશા માટે યાદ આવેલ શ્રી ઉમાશંકર જોશીની કવિતા ”મળી માતૃભાષા મને ગૂજરાતી” :
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પના ભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી.
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી.

*************************************************************************************************
મૈત્રી શાહ

જ્યારે કોઈપણ નવજાત બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડા ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને આપણે ગળથૂથીમાં ગુજરાતી ભાષાનો સ્વાદ કરાવીએ છીએ. જ્યારે બાળક નિશાળે જતું થાય ત્યારે તે અન્ય ભાષાઓ શીખવાની શરુઆત કરે છે. બીજી ભાષાઓ જાણવી પણ એટલી જ જરૂરી છે જેટલી આપણે આપણી ભાષાને જાણીએ. પણ એનો અર્થ એ નથી થતો કે આપણે આપણી માતૃભાષાના ભોગે અન્ય ભાષાઓ શીખીએ. આજે ચાલો આ માતૃભાષાના અવસરે આપણે સંકલ્પ કરીએ કે હું મારી ગુજરાતી ભાષાના ભોગે અન્ય ભાષાઓને પ્રાધાન્ય નહીં આપું. આપણે અન્ય ભાષા કે ભાષાઓના વિરોધી નથી. માણસના ઘડતરમાં મૂળભૂત પાયો ભાષાનો છે અને તે પણ તેની માતૃભાષાનો તો ફક્ત આપણે એ પાયાને મજબૂત કરવાનો સઘન પ્રયાસ કરીએ.
ગુજરાતી મોરી મોરી રે….

3 Responses to “વિશ્વ માતૃભાષા દિન – શુભેચ્છા સંદેશાઓ” »

  1. Comment by sneha patel - akshitarak — February 21, 2014 @ 3:41 am

    thnx !

  2. Comment by Chetna shah — February 21, 2014 @ 3:44 am

    કલાપીના કેકારાવથી અલકાતી મલકાતી
    નર્મદની મર્દાનગી જેમાં ભારોભાર વર્તાતી
    મેઘાણીની રસધારથી વિશ્વમાં પંકાતી
    ઉમાશંકર કે રમેશના ગીતો વડે ગવાતી
    મુજને વ્હાલી મારી, માતૃભાષા ગુજરાતી.
    Thank you Ketan Shah for sharing this

  3. Comment by Lalitkumar Z. Doshi — April 1, 2014 @ 3:34 pm

    I am very proud to learn about your website and about “વિશ્વ માતૃભાષા દિન – શુભેચ્છા સંદેશાઓ” ».You are doing a great work to make our Gujrati matru bhasha to our Gujrati world over.Keep it up.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment