Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

વંદન ગુર્જર ભોમને, સંત શૂરા શણગાર;
આ ધરતીની ધૂળમાં, અમૂલખ મોતી અપાર;
શબ્દો કેરી ડગલી પર, સાહિત્ય અપાર;
આ ક્ષણોને આવકાર, ‘સ.મ’ની ઈ–બુક સંગાથ.

પૂર્વે રચાયેલા અને હાલ સર્જાતા સાહિત્યમાંથી વીણેલી સામગ્રી, ગુજરાતીભાષા પ્રેમીઓને પાઠવી, તેમને ગુજરાતીભાષા અને સાહિત્યના સતત પરિચયમાં રાખવાના નિર્ધાર સાથે, 2005થી સુરતના ઉત્તમભાઈ ગજ્જર અને એમના સાથીદારો સ્વ. રતિલાલ ચંદરયા, બળવંતભાઈ પટેલ અને અશોક કરણિયા, ‘સન્ડે-ઈ-મહેફિલ’ના ઉપક્રમ થકી જીવનપોષક રચનાઓને વાચકો સુધી ઈમેલના માધ્યમ મારફત અવિરત પહોંચાડતા રહ્યા છે.

હવે આ બધી જ કૃતિઓને તેઓ આજે ‘ઈ–બુક્સ’ના સ્વરૂપે અગિયાર ભાગમાં રજૂ કરી રહ્યા છે. વળી, આ બધી જ ઈ–બુક્સ પીડીએફ અને ઈ–પબ – આ બે સ્વરૂપે નિ:શુલ્ક ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરીએ છીએ.

આ 275 રચનાઓમાં વાર્તાઓ, લઘુકથાઓ, જીવનપ્રસંગો, પ્રસંગચિત્રો, આરોગ્ય, હાસ્યનિબંધો, ગઝલ–હઝલ–ગીત–કાવ્યો–બાળકાવ્યો–પ્રતિકાવ્યો, મુલાકાત, પ્રવાસકથા વગેરે પુષ્કળ વૈવિધ્ય છે. સર્જકોમાં સર્વ શ્રી. ભગવતીકુમાર શર્મા, ગુણવંત શાહ, ક. મા. મુનશી, રઘુવીર ચૌધરી, દિનેશ પાંચાલ, ચન્દ્રકાંત બક્ષી, વર્ષા અડાલજા, સ્વામી આનંદ, રસિક ઝવેરી, સ્વા. સચ્ચિદાનંદજી, અરુણા જાડેજા, મહાવીર ત્યાગી, અવન્તિકા ગુણવંત, રતિલાલ બોરીસાગર, તરુ કજારિયા, ચન્દ્રકાંત ટોપીવાળા, ધીરુબહેન પટેલ, શશિકાંત શાહ, શરીફા વીજળીવાળા છે તો કવિઓમાં રઈશ મણિયાર, મુકુલ ચોકસી, નયન દેસાઈ, ગૌરાંગ ઠાકર, કૃષ્ણ દવેથી માંડી લક્ષ્મી ડોબરિયા અને ભરત વિંઝુડા પણ છે. યાદી બહુ લાંબી છે સૌ વહાલસોયા સર્જકોનાં નામોની. અનુક્રમણિકામાં તે જોઈ શકાશે.

આમ, આ બધા સાહિત્યકારોની પસંદીદા કૃતિઓ આપણને એક સાથે વાંચવા મળી જાય અને એ પણ કમ્પ્યૂટરની સાથે સાથે મોબાઇલ, ટૅબ્લેટ કે આઈ–પૅડ જેવાં અત્યાધુનિક ઉપકરણો પર પણ, તો તે ખરેખર ટૅક્નૉલૉજી મારફત ભાષા સંવર્ધન માટેનું આવકરાદાયક પાસું ગણી શકાય.
આ બધી જ રચનાઓની ઈ–બુક્સ તમે ‘ગુજરાતીલેક્સિકોન’ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો

http://www.gujaratilexicon.com/e-books/

275 વાચનસામગ્રીના આવા અગિયાર ભાગ છે. ડાઉનલોડ કરવાનું ન ફાવે તો આપ ઉત્તમભાઈને [email protected] ઈ–મેલ કરીને પણ મંગાવી શકો છો.
સૌ ઈ–બુક વાચનરસિયા વાચકોનું અમે ભાવભીનું સ્વાગત કરીએ છીએ અને શ્રદ્ધા રાખીએ છીએ કે અમારો આ પ્રયાસ આપ સૌને પસંદ પડશે.

No Response to “‘સન્ડે ઈ–મફેફિલ’ની ‘ઈ–બુક્સ’” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment