પ્રિય મિત્ર,
હાલમાં જ આઇઆઇએમ–અમદાવાદ ખાતે આયોજિત ‘ઍપ ફેસ્ટ 2013’માં અર્નિઓન ટૅક્નૉલૉજીસ દ્વારા ગુજરાતીલેક્સિકોનની બનાવવામાં આવેલી ‘પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન’ને દ્વિતીય પારિતોષિક મળ્યું હતું. જૂન માસમાં જ રજૂ થયેલી ગુજરાતીલેક્સિકોનની આ વિવિધ પાંચ મોબાઇલ ઍપ્લિકેશનને માટે અમને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ તમામ ઍપ્લિકેશન, ઑનલાઇન ઍપ્લિકેશન છે. આથી અમે ગુજરાતીલેક્સિકોનની એક ઑફલાઇન ઍપ્લિકેશન બનાવવાનું વિચારી જ રહ્યા હતા. તેની તક અમને આ દરમ્યાન સાંપડી. એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત આ ઑફલાઇન ઍપ્લિકેશન ભાષાપ્રેમીઓ માટે રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ એપ્લિકેશન નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
https://play.google.com/store/apps/details?id=com.arnion.glpopup
મહત્ત્વની વાત એ છે કે આ ઍપ્લિકેશનની મદદથી અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ અને ગુજરાતી શબ્દનો અંગ્રેજી અર્થ જાણી શકાય છે અને એ પણ કાર્યરત ઍપ્લિકેશનની બહાર નીકળ્યા વગર! આ ઉપરાંત આ એપ્લિકેશનમાં ગુજરાતી સપોર્ટ આપવામાં આવેલ છે તેથી જો તમારા ડિવાઇસમાં ગુજરાતી સપોર્ટ નહીં હોય તો પણ આ એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકશો.
આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કર્યા પછી તે કેવી રીતે કાર્ય કરે છે તે જોઈએ:
·કાર્યપ્રણાલી 1- આ એપ્લિકેશનનામાં ઇનબિલ્ટ સર્ચ બોક્સ આપવામાં આવેલ છે, આથી સર્ચબોક્સની અંદર જ કોઈ પણ શબ્દ લખી તેનો અર્થ ત્યાં જ મેળવો અને તે પણ ઓટો સજેસ્ટ સુવિધાની સાથે.
·કાર્યપ્રણાલી 2 – તમારા ડિવાઇસના કોઈપણ મેસેન્જર, મેસેજ, વ્હોટ્સઅપ, ઇમેલ કે બ્રાઉઝર ખોલો
·આવેલા વિવિધ સંદેશા કે સાઇટ ઉપરની વિગતોમાંથી કોઈપણ શબ્દ અંગ્રેજી/ગુજરાતી પસંદ કરો એટલે કે સિલેક્ટ કરો
·ત્યારબાદ એ શબ્દને કૉપી કરવા માટે દર્શાવાતા આઇકોનમાં કૉપી કરો
·કૉપી કર્યા બાદ તરત જ તે પસંદ કરેલા શબ્દનો અંગ્રેજી કે ગુજરાતી અર્થ ત્યાં જ જોઈ શકાશે
·કોઈપણ ચિત્ર કે ઇમેજમાં આ ઍપ્લિકેશન કાર્યરત નહીં થઈ શકે
·આ એક ઑફલાઇન ઍપ્લિકેશન છે તેથી ઇન્ટરનેટના ઉપયોગ વગર પણ આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે
ગુજરાતીલેક્સિકોનની અત્યાર સુધી રજૂ થયેલી વિવિધ મોબાઇલ એપ્લિકેશન અહીં આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે.
*એન્ડ્રોઇડ –https://play.google.com/store/search?q=gujaratilexicon
*બ્લેકબેરી –http://appworld.blackberry.com/webstore/content/29967891/?countrycode=IN
*આઇફોન –https://itunes.apple.com/us/app/gujaratilexicon-dictionary/id663856148?mt=8
તો હવે આજે જ આ ઍપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા અનુભવો તથા પ્રતિભાવો [email protected] પર અમને જણાવો.
જય જય ગરવી ગુજરાત !
No Response to “ગુજરાતીલેક્સિકોનની “પોપઅપ ડિક્શનરી” ઍપ્લિકેશન……” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment