Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.


ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરે છે. આ એપ્લિકેશન દ્વારા વેબસાઇટ ઉપર સૌથી વધુ સરાહના અને લોકચાહના પામેલા તેના વિવિધ શબ્દકોશ વિભાગ, કહેવતો, રૂઢિપ્રયોગ અને અન્ય વિભાગો વગેરેને સરળતાથી ઉપલબ્ધ બનાવ્યા છે. આ ઉપરાંત ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ અને અન્ય વિવિધ રમતો એન્ડ્રોઇડ, એપલ આઇઓએસ અને બ્લેકબેરી ધરાવતા મોટાભાગના સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ રમી શકાશે.

ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ થતી પાંચ ઍપ્લિકેશનની માહિતી નીચે પ્રમાણે છે :

1. GL Dictionary – અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી, ગુજરાતી-ગુજરાતી એમ ત્રણ પ્રકારના  શબ્દકોશો ઉપરાંત આજનો શબ્દ અને આજનો સુવિચારનો સમાવેશ

2. GL Plus – ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ માટે એક શબ્દ, પર્યાયવાચી શબ્દો અને કહેવતોનો સમાવેશ

3. GL Special – અગત્યનાં પૌરાણિક પાત્રો, છંદ વિષયક, પક્ષી વિષયક અને વનસ્પતિ વિષયકનો સમાવેશ

4. GL Games – ગુજરાતી ક્વિક ક્વિઝ અને ક્રોસવર્ડનો સમાવેશ

5. Lokkosh – લોકોના સાથ અને સહયોગથી ચાલતો શબ્દકોશ જેમાં નવા ઉમેરાયેલા શબ્દો, શબ્દમિત્ર બનો અને શબ્દ સૂચવો તથા જૂની મૂડીના શબ્દોનો સમાવેશ

ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની જેમ જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલઍપ્લિકેશન કાર્ય કરે છે. વપરાશકર્તા કોઈપણ અંગ્રેજી શબ્દ લખી તેનો ગુજરાતી અર્થ અને અન્ય માહિતી મેળવી શકશે. ગુજરાતીમાં શબ્દ ટાઇપ કરવા માટે ઑનલાઇન કીબોર્ડની સુવિધા આપવામાં આવી છે. દરેક ઍપ્લિકેશનમાં મદદ-માર્ગદર્શિકા આપેલ છે.

ગુજરાતીલેક્સિકોનની મોબાઇલ ઍપ્લિકેશન તમારા મોબાઇલ વગેરે ઉપકરણમાં આવતા તે એક હાલતું-ચાલતું (હાથવગું)‌ ગુજરાતી ભાષા જાણવાનું સરળ સાધન બની રહેશે. ચાલો ત્યારે, મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. 

· Android       https://play.google.com/store/search?q=gujaratilexicon

· Blackberry  – http://appworld.blackberry.com/webstore/search/gujaratilexicon/? 

· iPhone         – Coming Soon !

આપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને [email protected] ઉપર મોકલાવી શકો છો અથવા ફોનથી 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.

જય જય ગરવી ગુજરાત !

One Response to “ગુજરાતીલેક્સિકોનની મોબાઇલ એપ્લિકેશન………” »

  1. Comment by Deepak Vora — June 20, 2013 @ 9:56 am

    Excellent… when roll out for Apple iPad is slated? awaiting very eagerly for it..
    would be trying now on my BB soon…
    gr8 congo for entire team for gr8 efforts…
    Thanks
    Deepak Vora.
    CMD & CEO
    The IoSys Pvt Ltd.
    Gandhihdam (Kachchh)
    Gujarat – 370 201

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment