મિત્રો, અત્યાર સુધી આપ ગુગલ મેપ નામથી સુપેરે પરિચિત હશો. જ્યારે આપણે કોઈ પણ વેબસાઇટના કોન્ટેક્ટ પૃષ્ઠ ઉપર જઈએ ત્યારે અથવા કે કોઈપણ લોકેશન માટે સર્ચ કરીએ ત્યારે આપણે ગુગલ મેપ ઉપર બલૂન જેવા એક આઇકોન સાથે તે જગ્યાની માહિતી મળી શકે છે.
આ જ સંદર્ભને ધ્યાનમાં લઈને ગુજરાતીલેક્સિકોન એક નવીન સુવિધા નામે વર્ડ મેપ રજૂ કરી રહ્યું છે.
આ સુવિધા નીચે જણાવેલી લિંક ઉપરથી જોઈ શકાય છે-
http://www.gujaratilexicon.com/wordmap/
લિંક ખોલીને માઉસને સ્ક્રોલ કરતાં તમે દુનિયાના નકશાને નાનો મોટો કરી શકો છો અને તે સાથે દુનિયાભરમાંથી દરેક લોકેશન પ્રમાણે કયો શબ્દ કયા શબ્દકોશમાટે શોધવામાં આવ્યો છે તેની માહિતી મળી શકે છે.
અલગ અલગ શબ્દકોશમાટે અલગ અલગ બલૂન આઇકોન આપવામાં આવ્યા છે.
જેમકે અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશમાટે EG
ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ માટે GG
ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ માટે GE
હિન્દી – ગુજરાતી શબ્દકોશ માટે HG
તો ચાલો આપણે આ સુવિધાનો ઉપયોગ કરીએ અને જાણીએ કે દુનિયાભરમાંથી કયા કયા શબ્દો શોધવામાં આવે છે.
No Response to “વર્ડ મેપ – એક નવીન સુવિધા ગુજરાતીલેક્સિકોનની સાઇટ ઉપર” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment