Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 25 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.


બે આનંદદાયક સમાચાર

મિત્રો ચાલો આજે આપ સહુને બે આનંદદાયક સમાચારથી માહિતગાર કરવાનો સમય આવી ગયો છે. સૌ પ્રથમ તો આ સમાચાર ઉપલબ્ધ કરાવવા માટે અમે શ્રી દિપક મહેતાના આભારી છે જેઓ નિયમિત રીતે મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા ગુજરાતી સાહિત્ય જગતના સમાચારોને સૌની સમક્ષ ઉપલબ્ધ કરાવતાં રહે છે.

સમાચાર 1 – ડૉ. ભોળાભાઈ પટેલની ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકેની નિયુક્તિ. આ કાર્યપદ તેઓ ડિસેમ્બર 2011માં ભરાનારા જૂનાગઢ અધિવેશન પછી ગ્રહણ કરશે.

સમાચાર 2 -  આ વર્ષના નર્મદ પારિતોષિક વિજેતા છે જાણીતા સંશોધક અને તંત્રી એવા ડૉ. રમેશ શુક્લા અને અગ્રણી મરાઠી કાવ્યકાર શ્રી મંગેહ્સ પદગોંકર. આ પારિતોષિક નર્મદના જન્મદિન દિવસે એટલે કે 24 ઓગષ્ટના રોજ અર્પણ કરવામાં આવશે જે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઓળખાય છે. આ કાર્યક્રમ પાટકર હોલ મુંબઈમાં યોજાવાનો છે જેની નોંધ લેવી.  ગતવર્ષથી જ આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ પારિતોષિક ડો. રઘુવીર ચૌધરી અને શ્રી મધુ મંગેશ કાર્નિકને મળેલ હતું.

જય ગુજરાતી.

No Response to “બે આનંદદાયક સમાચાર” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

*