Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

new-layout

ગુજરાતી ભાષાના ઈ-ખજાના તરીકે ઓળખાતી વેબસાઇટ ગુજરાતીલેક્સિકોનને નવા કલેવર અને નવા ફીચર્સ સાથે 1લી મે, 2011 – ગુજરાત સ્થાપના દિવસે જ રિ-લોન્ચ કરવામાં આવી હોવાથી આપણા માટે ખુશીની લાગણી બેવડાઈ છે. નવી વેબસાઇટને વધુ સારી રીતે ગુજરાતી સંસ્કૃતિના રંગમાં ઢાળવાનો બનતો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને હવે ગુજરાતી પ્રજાને અંગ્રેજી ઉપરાંત હિન્દી શબ્દોનો પણ ગુજરાતી અર્થ મળી રહે તે માટે હિન્દી શબ્દકોશ વેબસાઇટ પર શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ ઘણા નવા ઉમેરણ અને બદલાવ વેબસાઇટમાં કરવામાં આવ્યાં છે જેમ કે :

  • હિન્દી શબ્દકોશ
  • ગુજરાતી સંસ્કૃતિ આધારિત કલેવર
  • ઝડપી અને ત્વરિત સર્ચ સુવિધા
  • સોશિયલ બુકમાર્કિંગ અને શેરિંગ
  • ‘વર્ડ ઓફ ધ ડે’ માટે ઈમેલ સબસ્ક્રીપ્શન
  • યુઝરને સરળ પડે તેવો લે-આઉટ
  • વધુ શબ્દોનું ઉમેરણ

ગુજરાતી ભાષાને આધુનિક ટેકનોલોજીથી સમૃદ્ધ બનાવવાના તેમ જ તેને લોકો સુધી પહોંચાડવાના આશયને વળગી રહેલ ગુજરાતીલેક્સિકોન હંમેશા તેના યુઝર્સને કંઈક નવું આપતું રહે છે અને રહેશે. ઉપરોક્ત સિવાય પણ ટૂંક સમયમાં ગુજરાતીલેક્સિકોનમાં નવી સેવા અને ફીચર્સનું ઉમેરણ કરવામાં આવશે જેમ કે,

  • ગુજરાતીલેક્સિકોનનું મોબાઇલ વર્ઝન
  • મેડિકલ શબ્દકોશ
  • આજનો સુવિચાર
  • કિડ્ઝ / સ્ટુડન્ટ્સ કોર્નર
  • નવી શબ્દરમતો
  • જોડણી સુધારો (મોટાભાગે જોડણીભૂલ થતાં શબ્દોની કક્કાવાર યાદી)
  • તળપદા શબ્દો (ગુજરાતના જુદા જુદા પ્રાંતની લોકબોલીના લાક્ષણિક શબ્દોની યાદી)
  • આ ઉપરાંત ઘણું બધું…

ગુજરાતીલેક્સિકોન વિશે :

ગુજરાતીલૅક્સિકૉન ગુજરાતી ભાષાનો સૌથી વધુ સર્વગ્રાહી ઓનલાઇન સ્રોત છે. તે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં સિમાચિહ્નરૂપ પહેલ છે. તેમાં 45 લાખથી વધુ શબ્દોનો સમાવેશ કરાયો છે. તેનો હેતુ ઈન્ફોર્મેશન ટૅક્નોલૉજીના માધ્યમ મારફત ગુજરાતી ભાષાની જાળવણી કરવાનો, તેને લોકપ્રિય બનાવવાનો અને તેનો વિકાસ કરવાનો છે. www.gujaratilexicon.com દ્વારા ગુજરાતી ભાષાના ચાહકો તેમના શબ્દભંડારમાં વધારો કરી શકે છે, સાહિત્યનો આનંદ મેળવી શકે છે અને ગુજરાતીલેક્સિકોનમાં જોડાઈ શકે છે.

રતિલાલ ચંદરયા વિશે :

ભલભલા યુવાનને શરમાવે એવા શ્રી રતિલાલ ચંદરયામાં 89 વર્ષની ઉંમરે માનસિક પણ યૌવન છલકતું જોવા મળે છે. આ ઉંમરે પણ સતત કાર્યશીલ રહેતા શ્રી રતિલાલભાઈએ ગુજરાતી શબ્દકોશ અને ભગવદ્ગોમંડલનું ડિજીટલાઈઝેશન કરીને ગુજરાતી પ્રજાને એક અમૂલ્ય અને અદ્વિતીય ભેટ આપી છે. ભારત બહાર જન્મેલા અને ગુજરાતી ભાષાથી અળગા રહેલા રતિલાલભાઈને ગુજરાતી ભાષાને સમજવામાં જે તકલીફ પડી તેનો બોધપાઠ લઈ અન્ય કોઈ ગુજરાતીને ગુજરાતી શીખવામાં તકલીફ ન પડે તેવું કાર્ય કરવાનો વિચાર આવ્યો. વેપાર-ઉદ્યોગમાં મૂંઝવાઈ ગયેલી ગુજરાતી ભાષા માટે કંઈક કરી છૂટવાની તમન્નાએ 80ના દાયકામાં વેગ પકડ્યો અને આ જ તમન્નાએ તેમને www.gujaratilexicon.com અને www.bhagwadgomandal.com ની રચના કરવા પ્રેરણા આપી. લગભગ 20 વર્ષની અથાગ મહેનતના પરિણામે 13 જાન્યુઆરી 2006ના રોજ ગુજરાતીલેક્સિકોન ઇન્ટરનેટ પર જીવંત થતાં જ રતિલાલભાઈએ નિરાંત અને સંતોષનો શ્વાસ લીધો. પરંતુ સાથે સાથે પોતાની કમ્પ્યૂટરની કૌશલ્યની અધૂરપના કારણે 20 વર્ષ જેટલું લાંબુ કામ ચાલ્યું તેનો વસવસો પણ ક્યાંક તેમના મનમાં રહ્યો હતો.

ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્ગોમંડલ જેવા શબ્દકોશને ડિજીટલાઈઝ કરી તેને આજના મહત્તમ ઉપયોગી એવા ઇન્ટરનેટ માધ્યમ દ્વારા લોકો સમક્ષ મૂકવા બદલ શ્રી રતિલાલભાઈનો હાલમાં જ ગુજરાતના સુપ્રસિદ્ધ અખબાર ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા ‘ધ પાવર 100 ગુજરાતી’ વ્યક્તિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ ‘ચિત્રલેખા’ સામાયિક દ્વારા ‘ટોપ 60 ગુજરાતી વ્યક્તિઓ’માં સમાવેશ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.  ‘વિશ્વ ગુજરાતી સમાજ’ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સહિત ઘણી સંસ્થાઓ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવેલ છે.

’કોઈને નડ્યા વગર સુખશાંતિથી જીવો અને સૌને જીવવા દો’ના સફળતાના મંત્રને વળગી રહેલ શ્રી રતિલાલભાઈએ ગુજરાતીલેક્સિકોનમાં ભવિષ્યમાં નવા ને નવા ઉમેરણ કરી તેને વધુ સમૃદ્ધ બનાવવાના અરમાન સેવ્યા છે.

આપનો અભિપ્રાય અમૂલ્ય છે

ગુજરાતી ભાષા અને ગુજરાતીલેક્સિકોનને ટેકનોલોજીના માધ્યમથી વધુ સમૃદ્ધ બનાવવાની પ્રેરણાને જીવંત રાખવા માટે અમને હંમેશા તમારા અભિપ્રાયની જરૂર રહેતી હોય છે અને રહેશે. ફીડબેક ફોર્મ દ્વારા નવી વેબસાઇટ અને તેના ફીચર્સ વિશે આપનો અમૂલ્ય અભિપ્રાય આપી આભારી કરશો.

FEEDBACK

No Response to “ગુજરાતીલેક્સિકોન.કોમ નવા ફીચર્સ સાથે નવા અવતારમાં” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment