Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ભારતની આઝાદી માટે ઝઝૂમેલા લડવૈયાઓના પરિશ્રમ અને અથાગ લડતને ‘ORAL HISTORY’ ના પ્રોજેક્ટ દ્વારા ભારતના એ અમૂલ્ય ઈતિહાસને મૌખિક રીતે સાચવી રાખવા માટે Arise Free India નામની સંસ્થાએ બીડું ઝડપ્યું છે. ‘ORAL HISTORY’ હેઠળ સ્વતંત્ર સૈનિકોનો ચળવળ દરમ્યાનનો અમૂલ્ય ફાળો ભૂલાય ન જાય તેથી ઈન્ટરવ્યૂના માધ્યમ દ્વારા સાચવી રાખવાની એક ઝૂંબેશ ઉપાડવામાં આવી છે.

ORAL HISTORY એ એક પ્રકારની ઈન્ટરવ્યૂ દ્વારા જે-તે ઘટના, યાદ અને અનુભવોને સાચવવાની પદ્ધતિ છે. દરેક પદ્ધતિ પોતાની રીતે અનન્ય હોય છે. જેને સામાન્ય રીતે ડોક્યુમેન્ટરી ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. એક ORAL HISTORY ને સફળ બનાવવા બે વ્યક્તિઓની ખાસ જરૂર પડતી હોય છે જેમાં એક તો પોતે ઘટનાને અનુભવ કરનાર અને બીજો તેનું યોગ્ય તાલીમબદ્ધ ઈન્ટરવ્યૂ લેનાર.

Arise Free India એ એક નોન-પ્રોફીટ સંસ્થા છે જે અમેરિકામાં રહેતા ભારતીય યુવાન દિપક પારેખ દ્વારા સંચાલિત છે. સંસ્થાએ આ પ્રકારની ORAL HISTORY સફળ બને તે માટે ઈન્ટરવ્યૂ લેનાર લોકો માટે ખાસ કરીને એક વર્કશોપ યોજી છે જેમાં ઈન્ટરવ્યૂ લેતા સમયે કઈ કઈ બાબતોની ચોક્સાઈ અને સમજ હોવી જરૂરી છે તેનું જ્ઞાન આપવામાં આવશે. સંસ્થા માને છે કે ઈન્ટરવ્યૂ લેવી એ એક કળા છે તેમ ચોક્સાઈ અને તાલીમ માંગી લેતી પ્રવૃત્તિ છે. ઈન્ટરવ્યૂ લેવાની અને ડોક્યુમેન્ટરી ફિલ્મની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકો માટે આ વર્કશોપ તેમના ટેલેન્ટને વધુ ધારદાર બનાવનારી સાબિત થશે તેમ માની શકાય.

વર્કશોપ માહિતી

તારીખ – 2, 3 અને 4 મે, 2011

સ્થળ – ગુજરાત વિદ્યાપીઠ, આશ્રમરોડ, અમદાવાદ, ગુજરાત

આ વર્કશોપ તાલીમ લેવા સાથે સાથે દેશસેવા કરવાનો પણ ક્યાંક લાભ આપે છે જેથી સ્વૈછિક રીતે આ કાર્યને સફળ બનાવવા આપણે આપણા બનતા પ્રયાસ તો કરવા જ રહ્યાં. ઉમદા કાર્યમાં સ્વૈછિક સેવા મનમાં શાંતિ અને આત્મવિશ્વાસની ભાવના પેદા કરે છે. આપણા ક્ષેત્રને લગતી વર્કશોપ નથી પરંતુ આપણા દેશને લગતી તો છે જ.

વધુ માહિતી માટે આપ www.arisefreeindia.org વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તેમ જ સ્વૈછિક સેવા આપવા માટે [email protected] નો ઈમેલ દ્વારા સંપર્ક સાધી શકો છો.

No Response to “આવો ORAL HISTORY ને સફળ બનાવી દેશ પ્રતિ એક ફરજ અદા કરીએ… !!!” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment