Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ઇન્ટરનેટની દુનિયામાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશ જેવા ભગીરથ અને જટિલ કાર્યને પૂરું પાડીને સતત 5 વર્ષથી ગુજરાતી ભાષાનો રસથાળ પીરસતી એકમાત્ર વેબસાઇટ www.Gujaratilexicon.com તેના વાચકોને વધુને વધુ ભાષાજ્ઞાન પ્રદાન કરવાનો પ્રયત્ન કરતી રહી છે. શબ્દકોશ ઉપરાંત ગુજરાતીલેક્સિકોન તેના વપરાશકર્તા મિત્રોને શબ્દ રમત રમવાનો આહ્લાદક લહાવો આપીને, શબ્દ–સમૃદ્ધિ સાથે સાથે હળવું મનોરંજન પણ પૂરું પાડે છે.

crossword ક્રોસવર્ડ – ગુજરાતી ભાષામાં સૌપ્રથમ ઓનલાઇન શબ્દ કસોટી

‘ગુજરાતીલેક્સિકોને’ જેમ સૌપ્રથમ ઓનલાઇન ગુજરાતી શબ્દકોશની ભેટ ગુજરાતી ભાષા પ્રેમીઓને આપી છે, તેમ ગુજરાતી વાચકોની સવારની ચા સાથેનું અંતરંગ સંગાથી ‘શબ્દ કસોટી’ – ‘ક્રોસવર્ડ–પઝલ’  પણ ગુજરાતી ભાષામાં ઓનલાઇન રમી શકાય તે માટે સૌ પ્રથમ વખત ગુજરાતીલેક્સિકોન દ્વારા ઓનલાઇન મૂકવામાં આવી–વ્યું છે. તેને અઠવાડિયામાં એક વખત અપડેટ કરવામાં આવે છે. ક્રોસવર્ડ રમવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

ક્રોસવર્ડ – ગુજરાતી ભાષામાં ઓનલાઇન શબ્દ કસોટી

logo_quiz ક્વિક ક્વિઝ – શબ્દજ્ઞાન ચકાસો

આ ઉપરાંત, ગુજરાતીલેક્સિકોન વાપરનારા મિત્રોને, જોડકાં જોડો’ જેવી લોકપ્રિય રમતનો આનંદ મળી રહે તે માટે ગુજરાતીલેક્સિકોને ક્વિક ક્વિઝ જેવી આનંદાયક ‘શબ્દરમત’ વેબસાઇટ ઉપર મૂકી છે જે અઠવાડિયામાં એક વખત અપડેટ કરવામાં આવે છે. નીચે આપેલી લિંક પર ક્લિક કરી તમારું ભાષા જ્ઞાન ચકાસવાની અને સંવર્ધિત કરવાની તમને મઝા આવશે તેની ખાતરી.

ક્વિક ક્વિઝ

‘શબ્દરમતો’ વિશેનાં અને ‘ગુજરાતીલેક્સિકોન’ વિશેનાં આપના સુચનો અને મંતવ્યોને અમે સહર્ષ આવકારીએ છીએ.. આપના અમૂલ્ય મંતવ્યો અમને [email protected] પર મોકલી આપવા વિનંતી.

No Response to “ગુજરાતીલેક્સિકોન ઉપર વિવિધ રમતોનો રસથાળ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment