સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રગનો છોડ,રંગમાં રોળ્યાં, વાલમિયા.
પગ પરમાણે, કડલાં સોઇં રે, વાલમિયા,
કાંબિયુંની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.
કેડ પરમાણે ઘાઘરો સોઇં રે, વાલમિયા,
ઓઢણીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.
હાથ પરમાણે ચૂડલા સોઇં રે, વાલમિયા,
ગૂજરીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.
ડોક પરમાણે, ઝરમર સોઇં રે, વાલમિયા,
તુળસીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.
કાન પરમાણે ઠોળિયાં સોઇં રે, વાલમિયા,
વાળિયુંની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.
નાક પરમાણે નથડી સોઇં રે, વાલમિયા,
ટીલડીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.
સાભાર : Wikisource
No Response to “લોકગીત – સોના વાટકડી” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment