- ૐ નમ: સિવાય = શિવને નમસ્કાર
- મંગલમ સદા કૂર્યાત = સદા મંગલકારી બનો !
- અહિંસા પરમો ધર્મ: = સર્વોત્તમ ધર્મ અહિંસા છે
- અહો રૂપમ અહો ધ્વનિ = એકબીજાની પ્રશંસા કરવી તે
- મિચ્છામિ દુક્કડમ = મારું દુષ્કૃત મિથ્યા થાઓ ! (દુષ્કૃતને અંગે ક્ષમા યાચવા જૈનોમાં આ બોલ વપરાય છે.)
- આચાર્ય દેવો ભવ = આચાર્ય દેવ સમાન છે.
- શતં જીવ શરદ: = સો શરદઋતુ જીવો. (સો વરસનું આયુષ્ય ભોગવો.)
- બુદ્ધં શરણમ ગચ્છામિ = હું બુદ્ધને શરણે જાઉં છું.
- સુખિનો ભવન્તુ લોકા: = સર્વત્ર લોકો સુખી થાઓ !
- વિનાશકાળે વિપરીત બુદ્ધિ = વિનાશકાળે બુદ્ધિ પણ ફરી જાય છે.(વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે.)
- આત્મવત સર્વભૂતેષુ = બધામાં એક જ આત્મા છે.
- તથાસ્તુ = તેમ થાઓ. એવું હો.
- શયનેષુ રંભા = સહશયનમાં રંભા જેવી
- ઇદમ સર્વમ = આ બધે છે.
- સા વિદ્યા સા વિમુક્તયે = મુક્તિ આપે એ વિદ્યા
- સત્યં વદ, ધર્મમ ચર = સત્ય બોલો ને ધર્માચરણ કરો.
- ન હન્યતે હન્યમાને શરીરે = નાશવંત શરીરમાં આત્મા અવિનાશી છે. એને હણી શકાતો નથી.
- વિદ્યા વિનયેન શોભતે = વિનયથી વિદ્યા શોભે છે.
- સત્યમેવ જયતે ન અનૃતમ = સત્યનો જ હંમેશ વિજય થાય છે, અસત્યનો નહિ.
- વિદ્યા પરા દેવતા = વિદ્યા જ મોટો દેવતા છે.
- વિભૂષણમ મૌનપળ્ડિતાનામ = મૌન મૂર્ખાઓની શોભા છે.
- યત: સત્ય તત: ધર્મો યતો ધર્મો તતો જય: = હંમેશા સત્ય છે ત્યાં ધર્મ છે અને જ્યાં ધર્મ છે ત્યાં હંમેશાં વિજય છે.
- ધર્મો રક્ષતિ ધર્મ = ધર્મનું રક્ષણ કરનારની ધર્મ રક્ષા કરે છે.
Source : Book Name : શબ્દની સાથે સાથે (પેજ નં. ૨૪૮-૨૫૪)
Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)
Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત
No Response to “સંસ્કૃતવાણી” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment