Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

પ્રિય મિત્ર

સમાચારપત્રો અને સામાયિકો હંમેશા કોઈપણ વસ્તુ કે માહિતી અંગે જનજાગૃતિ લાવવા માટે એક અસરકારક માધ્યમ તરીકે રહ્યા છે. આપ સૌના સાથ અને સહકાર થકી આજે ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ અને લોકકોશ ઘરઘરમાં જાણીતું નામ બની ચૂક્યા છે. ગુજરાતીલેક્સિકોન ટીમ આ માટે આપની આભારી છે.

ગુજરાતીલેક્સિકોન એટલે ગુજરાતીભાષાનો સૌ પ્રથમ ઓનલાઇન શબ્દકોશ. જે તૈયાર કરવામાં 89 વર્ષના યુવાન શ્રી રતિલાલ ચંદરયાને 20 કરતાં પણ વધુ વર્ષ લાગ્યા છે. સ્વાભાવિક છે કોઈને પણ પ્રશ્ન થાય કે આવો શબ્દકોશ તૈયાર કરાવવા પાછળનો હેતુ શો. તો ફક્ત એક હેતુ કે મારે મારી ગરવી ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાઈબહેનો માટે કંઈ કરવું છે. મારે મારી માતૃભાષાનું ઋણ ચૂકવવું છે. બસ આ સ્વપ્ન એમને સાકાર કર્યું ગુજરાતીલેક્સિકોન દ્વારા. જે ઇન્ટરનેટસેવી છે તેઓને ગુજરાતીલેક્સિકોન વિશે આછોપાતળો ખ્યાલ હશે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના યુગમાં આજનો વિદ્યાર્થી ઇન્ટરનેટના માધ્યમથી વિવિધ વિષયોના જ્ઞાનથી માહિતગાર છે. જે આ ટેક્નોલોજીનો એક સાચો અને સલાહભર્યો ઉપયોગ છે. તો આ વિદ્યાર્થીઓ આપણા ગુજરાતીલેક્સિકોનના સમૃદ્ધ જ્ઞાનના ભંડારથી શા માટે વંચિત રહી જાય?

ગુજરાતીલેક્સિકોન વિશે અત્યારની પેઢીને માહિતગાર કરવા તથા તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની જાણકારી આપવા માટે હાલમાં ગુજરાતીલેક્સિકોન ટીમ દ્વારા અમદાવાદની વિવિધ શાળા અને કૉલેજમાં આ અંગેનું નિદર્શન (ડેમોસ્ટ્રેશન) થઈ રહ્યું છે. આ માટે સૌપ્રથમ અમે વિવિધ શાળા અને કૉલેજના આચાર્યશ્રીને મળ્યા અને તેમને આના વિશે માહિતગાર કર્યા અને તેમની પરવાનગી અને મદદથી અમે આ કાર્યક્રમ અંતર્ગત અત્યારસુધીમાં અમદાવાદની વિવિધ શાળાઓ જેમકે સી.એન.વિદ્યાલય, એચ.બી.કાપડિયા હાઈસ્કૂલ (શાહીબાગ), દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ (પાલડી), પ્રકાશ હાઈસ્કૂલ (રિલિફ રોડ) અને શ્રી એચ. કે. આર્ટસ કૉલેજ વગેરેમાં થઈને અંદાજે 1500 વિદ્યાર્થી મિત્રો સમક્ષ તેનું સફળતાપૂર્વક નિદર્શન કરી ચૂક્યા છે. આ અંગે કેટલાક વિદ્યાર્થી મિત્રો એ પોતાના જે મંતવ્યો રજૂ કર્યા તેની ટૂંકાણમાં નીચે મુજબ માહિતી આપવામાં આવી છે.

  • ગુજરાતીભાષાનો એક સમૃદ્ધ જ્ઞાનકોશ ઓનલાઇન ઉપલબ્ધ છે તે જાણી આનંદ થયો

  • ગુજરાતીભાષા ખૂબ જ વિશાળ છે અને તેનાથી અમે કેટલા ઓછા માહિતગાર છીએ પરંતું આ સેશન દ્વારા અમને ઘણું બધું નવું જાણવા મળ્યું.

  • ગુજરાતીભાષાનો પણ એન્સાઇક્લોપીડિયા વિશે એટલેકે ભગવદ્ગોમંડલ વિશે જાણી આનંદ થયો

  • ગુજરાતી ટાઇપિંગ વિશે માહિતી મળી તદુપરાંત શબ્દોના કેટલા બધા અર્થ છે તેની વિસ્તૃત માહિતી જાણવા મળી

  • ગુજરાતી સ્પેલચેકર અને આ સમગ્ર માહિતી નિ:શુલ્ક મળે છે અને ડાઉનલોડ પણ કરી શકાય છે તે સૌથી સારી વાત છે

  • વધુ ને વધુ શાળા અને કૉલેજમાં તેમજ ફક્ત ગુજરાત જ નહીં સમગ્ર વિશ્વમાં આની રજૂઆત કરવી જોઈએ અને આ રીતે ગુજરાતી ભાષાનો પ્રચાર કરવો જોઈએ તેમજ દરવર્ષે શાળામાં આવો કાર્યક્રમ યોજવો જોઈએ

  • વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ આ કાર્યક્રમ બતાવવો જોઈએ

આ સમગ્ર કાર્યક્રમને અંતે અમને પણ જાણવા મળ્યું કે આજના વિદ્યાર્થીઓ પણ પોતાની માતૃભાષા વિશે વિસ્તારપૂર્વકની માહિતી મેળવવા તેમજ તેનો સમગ્ર વિશ્વમાં તેનો ફેલાવો કરવા આતુર છે તેમજ ઇન્ટરનેટના માધ્યમથી આટલી સરળ રીતે તેમને આ સામગ્રી ઉપલબ્ધ કરાવી આપવા બદલ તેઓ શ્રી રતિલાલ ચંદરયાના તેમજ ગુજરાતીલેક્સિકોન ટીમને હાર્દિક અભિનંદન પણ પાઠવે છે.

જો આપને પણ આપની શાળા કે કૉલેજમાં આ ડેમો રજૂ કરવાની ઇચ્છા હોય તો આપ અમને [email protected] ઉપર એક મેલ કરી વધુ માહિતી મેળવી શકો છો.

આવો ગુજરાતીભાષાના વિશ્વવ્યાપ વધારવાના આ પ્રયાસમાં અમારા ભાગીદાર બનો.

જય જય ગરવી ગુજરાત

સાભાર, ગુજરાતીલેક્સિકોન ટીમ વતી

મૈત્રી શાહ અને શ્રુતિ અમીન

એચ.કે. આર્ટસ કોલેજમાં કરવામાં આવેલ ગુજરાતીલેક્સિકોનના નિદર્શનના ચિત્રો અહીં મૂકવામાં આવેલ છે.

DSC00479DSC00478DSC00477

No Response to “વિવિધ શાળા અને કૉલેજમાં ગુજરાતીલેક્સિકોનની માહિતીનું સફળતાપૂર્વક નિદર્શન- એક અહેવાલ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment