Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

સ્વામી આનંદના લેખનવાચનકાળ દરમ્યાન જૂના અને સચોટ અભિવ્યક્તિવાળા; પણ આજના ગુજરાતીઓના વપરાશમાંથી મોટે ભાગે લુપ્ત થયેલા શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતો વગેરેનો, તેમણે ખુબ ચીવટ અને ખંતથી સંગ્રહ કર્યો. આ સામગ્રી એક વીતેલા જમાનાના લોકજીવનને લગતી, એમની રહેણીકરણી, વ્યવસાયો, કસબકારીગરી તેમ જ તેમની વિવિધ ખાસિયતોની તાસીરને લગતી છે. સ્વામીજીએ એકત્ર કરેલી તળપદી અને લોકબોલીની આ સામગ્રી સાચે જ, એક મોંઘી જણસ છે. અને તેમને માટે આપણા અતરમાં ને અહોભાવ પ્રગટાવનારી છે. આજે આવું કામ કરનારા બહુ ઓછા છે. જો કે ભીલીબોલીનાં, ચૌધરીબોલીનાં આવાં કેટલાંક કામ થયાં છે ખરાં અને પુસ્તકાકારે છપાયાં પણ છે.

લોકકોશના માધ્યમ દ્વારા આ મોંઘી જણસ અમે આપ સૌ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે તેમાં એમના પુસ્તક ‘જૂની મૂડી’ના બધા જ શબ્દો, રૂઢિપ્રયોગ અને કહેવતોનો સમાવેશ કરવાને બદલે, એમાંના જે જે શબ્દો ગુજરાતીલેક્સિકોનના ડેટાબેઝમાં ના હોય તેનો જ સમાવેશ કર્યો છે જેથી તે બેવડાય નહીં.

આશા છે કે સૌ ભાષાપ્રેમીઓને આ શબ્દ–ખજાનો રસપ્રદ અને ઉપયોગી નીવડે..

આપ સૌ આ ‘જૂની મૂડી’ને નીચે જણાવેલી લિંક ઉપર જોઈ શકો છો અને તેને મમળાવી ગુજરાતી ભાષા-સાહિત્યની એક અલભ્ય અને અવિસ્મરણીય શબ્દ-જણસનો આનંદ માણી શકો છો.

http://lokkosh.gujaratilexicon.com/index.php?action=jm

No Response to “Lok Kosh Update: Now Explore Swami Anand’s Rich Work – Juni Moodi” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment