માંગો એવું ઇનામ મળે . . .
તમે માંગો એવું ઇનામ મળે એવો કોઈ કાયદો નથી,
જોઈતાં હોય એવાં ફળ મળે એવો દુનિયાનો ધારો નથી,
કોણે કીધું કે બધું સહેલાઈથી મળી જાય?
રસ્તો સીધો ને સરળ આજ સુધી ક્યાંય જોયો નથી.
કરવાનાં કામ કરી લીધાં ને કાલની ના જોઈ મેં વાટ,
સમય પસાર થયા પછી બીજી વાર આવ્યો નથી,
ઊંચા ડુંગરો ભમવા હોય તો જોઈશે કઠીન હામ,
ભડકતો અગ્નિ ખાલી ફૂંક મારવાથી ઠર્યો નથી,
શું કરવું? કેમ કરવું? સાચું કોઈ કહેતું નથી.
પસંદ હોય તેવીજ વાત કરે એ દોસ્ત સાચો નથી,
હોય મનમાં કાય તો ઉપાડો કલામ, ને લખી નાંખો,
‘દિનેશ’ ચાલ્યો જાય છે, તે પાછો વર્યો નથી.
– દિનેશ દત્તાણી – ટોરોન્ટો, કેનેડા
No Response to “તમે માંગો એવું ઇનામ મળે” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment